fbpx
Tuesday, May 30, 2023

ઈમોશનલ સ્ટોરી: 24 વર્ષ સુધી માતા એક જ નાની એવી થાળીમાં જમતી, નિધન બાદ ખબર પડી કે કેમ તે આવું કરતી

એક ટ્વિટર યુઝર્સે પોતાની દિવંગત માતા વિશે હ્દય સ્પર્શી કહાની શેર કરી છે. આ કહાનીએ સોશિયલ મીડિયા પર લોકોની આંખ ભીની કરી દીધી છે. એક સ્ટીલની પ્લેટની તસ્વીર શેર કરતા વિક્રમ એસ બુદ્ધનેસને જણાવ્યું છે કે, આ તેમની માતા માટે ખૂબ જ ખાસ છે.

વિક્રમે શેર કર્યું છે કે, તેમની માતા ફક્ત તેમને અને તેમની ભત્રીજીને જ આ થાળીમાં ખાવાની પરમિશન આપતા હતા. તેમના નિધન બાદ તેનું કારણ સામે આવ્યું છે. જેને જાણીએ વિક્રમની સાથે સાથે તમે પણ ખૂબ ઈમોશનલ થઈ જશો.

તસ્વીર શેર કરતા વિક્રમ લખે છે કે, આ અમ્માની થાળી છે. છેલ્લા બે દાયકાથી તે તેમાં ખાતી હતી. નાની થાળી છે. તે ફક્ત મને અને ચુલબુલી (શ્રૃતિ, મારી ભત્રીજી)ને તેમાં ખાવા દેતી હતી. તેમના નિધન બાદ મને મારી બહેન દ્વારા ખબર પડી કે, આ થાળીને મેં 7માં ધોરણમાં ઈનામ તરીકે જીતી હતી. તે વર્ષ 1999ની વાત છે. આ 24 વર્ષમાં તેમણે આ જ થાળીમાં ખાવાનું ખાધું છે.

વિક્રમની આ કહાની કેટલાય લોકોને ભાવૂક કરી દે છે. એક ટ્વિટર યુઝર્સે લખ્યું કે, માના પ્રેમ ક્યારે માપી શકાતો નથી. તો વળી અન્ય એક શખ્સે લખ્યું છે કે, શુદ્ધ પ્રેમની આવી લાખો કહાનીઓ હજૂ પણ ગુમનામ છે. આ તમામ શાનદાર કહાનીઓમાંથી એક છે.

Related Articles

નવીનતમ