fbpx
Tuesday, May 30, 2023

વેલેન્ટાઇન ડે પહેલાં ઓછુ થઇ જશે પેટ અને વજન: માત્ર 7 દિવસ ફોલો કરો આ ડાયટ, વર્ષ 1985થી ફેમસ છે!

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વેલેન્ટાઇન ડેનાં દિવસે અનેક લોકો પાર્ટનર સાથે ફરવાનો પ્લાન કરતા હોય છે. ફરવા જતા પહેલાં અનેક લોકો પોતાના વજન અને બહાર આવી ગયેલા પેટને લઇને ચિંતામાં રહેતા હોય છે. પરંતુ હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમારી માટે એક ડાયટ પ્લાન લઇને આવ્યા છીએ. જે તમારે સાત દિવસ સુધી ફોલો કરવાનો રહેશે. આ ડાયટ પ્લાન તમે પ્રોપર રીતે ફોલો કરશો તો વધેલું વજન અને પેટની ચરબી ફટાફટ ઓગળી જશે. લાઇવહિન્દુસ્તાન અનુસાર આ એક જીએમ એટલે કે જનરલ મોટર્સ ડાયટ  પ્લાન છે. આ 7 દિવસનો ડાયટ પ્લાન છે જેની પહેલી વાર  1985માં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. તો જાણો આ ડાયટ વિશે.

પહેલો દિવસ

એક અઠવાડિયામાં વજન ઉતારવા માટે સૌ પ્રથમ પહેલાં દિવસે કેળા ખાશો નહીં. આ દિવસે તમે તરબૂચ અને શક્કરટેટી ખાઓ.

બીજો દિવસ

બીજા દિવસે બાફેલા બટાકા ખાઓ। આ સાથે જ તમે શાકભાજી ખાઇ શકો છો. આ સાથે જ તમે તેલમાં રાંધ્યા વગરની રસોઇ પણ ખાઇ શકો છો. શાકભાજીમાં ટામેટા, ગાજર, ખીરા તેમજ બ્રોકલીને એડ કરો.

ત્રીજો દિવસ

ફળ અને શાકભાજી ખાઓ. ફળમાં તમે કેળા એવોઇડ કરો. આ દિવસે તમે તમારા મનપસંદ શાકભાજી અને ફળો ખાઓ. આમાં સફરજન, ચેરી, ટામેટા, સંતરા, પાલક, સ્ટ્રોબેરી તેમજ ખીરાને એડ કરી શકો છો.

ચોથો દિવસ

આ દિવસે 8 થી 10 કેળા ખાઓ અને પછી 2 થી 3 ગ્લાસ દૂધ પીઓ. આ દિવસે તમે તમારી રીતે આ લઇ શકો છો. બે થી ત્રણ કેળાની સાથે એક ગ્લાસ દૂધ પીઓ.

પાંચમો દિવસ

ડાયટના પાંચમા દિવસે 6 ટામેટા ખાઓ. આ સાથે બ્રાઉન રાઇસ તમે ખાઇ શકો છો. દિવસભરમાં 12 થી 15 ગ્લાસ પાણી પીઓ.

છઠ્ઠો દિવસ

એક કપ બ્રાઉન રાઇસની સાથે ગ્રિલ્ડ ચિકન લઇ શકો છો. તમે નોન વેજ ખાતા નથી તો શાકભાજીને એડ કરી શકો છો. આ દિવસે બટાકાને છોડીને તમે અનેક શાકભાજી ખાઇ શકો છો.

સાતમો દિવસ

આ દિવસે તમારા બ્રાઉન રાઇસની સાથે શાકભાજીને સામેલ કરવાના રહેશે. આ દિવસે ફળોનો જ્યૂસ પીઓ. આ દિવસે તમે તરબૂચ અને બ્રોકલી ખાઇ શકો છો.

Related Articles

નવીનતમ