fbpx
Thursday, June 1, 2023

હિંદુ શાસ્ત્ર: જળ શુદ્ધતા હોય તો સતર્ક જાણો કોના માટે કયો દિવસ

ધર્મ ડેસ્ક: હિન્દુ ધર્મમાં નખ કાપવા, વાળ ધોવા જેવા કાર્યો કરવા માટે કેટલાક શુભ અશુભ દિવસ જણાવવામાં આવ્યા છે. વિવાહિત મહિલાઓના મામલે અલગ-અલગ નિયમો છે. અવિવાહિત અને વિવાહિત મહિલાઓ માટે વાળ ધોવાના શુભ અલગ-અલગ શુભ દિવસ જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા આ નિયમોથી જો મહિલાઓ પોતાના વાળ ધોય છે, તો એમના સૌંદર્યમાં વધારો થાય છે સાથે જ ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે છે. એનાથી વિપરીત, જોઈ ખોટા દિવસે વાળ ધોઈએ છે તો જીવનમાં નાકારાત્મકતા વધે છે. આ વિષયમાં વધુ જાણકારી આપી રહ્યા છે ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.

કયા દિવસે વાળ ધોવાથી શું અસર થાય છે?

– સોમવારઃ હિંદુ ધાર્મિક શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે વિવાહિત મહિલાઓએ સોમવારે વાળ ન ધોવા જોઈએ. આવું કરવાથી પરિણીત મહિલાઓના પરિવારની પ્રગતિમાં અવરોધ આવી શકે છે. કુંવારી છોકરીઓ આ દિવસે પોતાના વાળ ધોઈ શકે છે.

-મંગળવાર: ધાર્મિક શાસ્ત્રો અનુસાર, વિવાહિત મહિલાઓને મંગળવારના દિવસે પણ માથું ધોવાની મનાઈ છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે વિવાહિત મહિલાઓના વાળ ધોવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. આ સિવાય અવિવાહિત છોકરીઓએ પણ મંગળવારે વાળ ન ધોવા જોઈએ.

-બુધવારઃ વિવાહિત મહિલાઓ, અપરિણીત છોકરીઓ અને પુરુષોના વાળ ધોવા માટે બુધવારનો દિવસ સૌથી યોગ્ય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માથું ધોવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. આ સાથે વેપારમાં પણ વધારો થાય છે.

– ગુરુવારઃ એવું માનવામાં આવે છે કે ગુરુવારે કોઈએ વાળ ન ધોવા જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે વાળ ધોવાથી ઉંમર ઓછી થાય છે. નાણાકીય તંગીનો સામનો કરવો પડશે અને ધનહાનિ થવાની સંભાવના છે.

– શુક્રવારઃ ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારે વાળ ધોવા સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે વાળ ધોવાથી દેવી લક્ષ્મી અને શુક્ર દેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય પૈસા મળવાની શક્યતા વધી શકે છે.

-શનિવારઃ હિંદુ ધર્મમાં શનિવારના દિવસે વાળ ધોવા કોઈના માટે શુભ નથી કહેવાયું. ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ દિવસે માથું ન ધોવું જોઈએ. માન્યતા અનુસાર આ કરવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે.

– રવિવાર: રવિવાર વાળ ધોવા માટે યોગ્ય છે, પરંતુ પરિણીત મહિલાઓએ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ, અપરિણીત છોકરીઓ અને પુરુષો આ દિવસે વાળ ધોઈ શકે છે.

Related Articles

નવીનતમ