fbpx
Tuesday, May 30, 2023

પરેશ રાવલને રાહત, HCએ ફગાવ્યો કેસ; બંગાળીઓ પર આપ્યુ હતું વિવાદિત નિવેદન

મુંબઈઃ અભિનેતા અને ભાજપ નેતા પરેશ રાવલને કોલકાત્તા હાઈકોર્ટથી રાહત મળી તે, બંગાળીઓને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને તેની સામે કોલકાત્તા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. માકપાના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમ દ્વારા નોંધાવવામાં આવેલી એક એફઆઈરના આધાર પર તેમને પોલીસ સ્ટેશનમાં હાજરીની નોટિસ મોકલવામાં આવી હતી. ‘હેરા ફેરી’ માટે પ્રસિદ્ધ અભિનેતાએ પહેલી ઉપસ્થિતીથી પરહેઝ રાખવામાં આવી હતી. તેના પર તેણે કોર્ટનો દરવાજો ખખડાવતા તલતલાના પોલીસ સ્ટેશનની હાજરીની નોટિસને પડકારી હતી. તેની સુનાવણી કરતા હાઇકોર્ટમાં તેમની સામે નોંધવામાં આવેલા કેસને ફગાવી દીધો છે.

હાઈકોર્ટના જસ્ટિસ મંથાએ કેસની સુનાવણી કરતા કહ્યું કે, તેમણે ટ્વીટ કરીને માફી માંગી છે. કોર્ટે આજે કેસ ફગાવી દીધો હતો અને પરેશ રાવલ સામેની તમામ તપાસ પર સ્ટે આપ્યો હતો.

હાઇકોર્ટે પરેશ રાવલ સામેની તપાસ પર રોક લગાવી

છેલ્લી સુનાવણીમાં સીપીએમ નેતા મોહમ્મદ સલીમના વકીલ, જેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, તે જાણવા માંગે છે કે શું સમગ્ર ઘટનાને ધ્યાનમાં લીધા પછી આ ફરિયાદને જીવંત રાખવી જરૂરી છે. આ દિવસે વકીલોએ કહ્યું હતું કે કોર્ટને આ બાબતે જે સારું લાગે તે કરવું જોઈએ. જે બાદ કોર્ટે એફઆઈઆર રદ કરી હતી અને પરેશ રાવલ સામેની તમામ તપાસ રોકવાનો આદેશ આપ્યો હતો.

પરેશ રાવલ બંગાળીઓ વિશે ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં ફસાયા હતા

જણાવી દઈએ કે, અભિનેતા પરેશ રાવલ માછલી અને ભાતમાં બંગાળીઓની પ્રથા પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાઈ ગયા હતા. અભિનેતાએ ગયા વર્ષે 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરતી વખતે બંગાળીઓ વિશે ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “જો ગેસ સિલિન્ડરની કિંમત વધી છે તો તે ફરી સસ્તી થઈ જશે. જો મોંઘવારી વધી છે તો તે ઘટી જશે. લોકોને રોજગાર પણ મળશે. ગુજરાતની જનતા મોંઘવારીની સમસ્યા સહન કરી શકે છે, પરંતુ, દિલ્હીની જેમ તમારા ઘરની બાજુમાં રોહિંગ્યાઓ અને બાંગ્લાદેશીઓ રહેવા માંડે તો ગેસ સિલિન્ડરનું શું? બંગાળીઓ માટે માછલી રાંધો?” આ ટિપ્પણી ફેલાતા જ બંગાળીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેની આકરી ટીકા થઈ હતી.

Related Articles

નવીનતમ