બોની કપૂરે પોતાની દીકરી જ્હાન્વી કપૂરના સાઉથ ડેબ્યૂના સમાચારો પર પ્રતિક્રિયા આપવા માટે ટ્વિટરનો સહારો લીધો છે. તેણે પોતાની એક પોસ્ટમાં લખ્યું, ‘Dear Media Friends તે તમારા ધ્યાનમાં લાવવું છે કે જ્હાન્વી કપૂર આ સમયે કોઇ પણ તમિલ ફિલ્મ માટે કમિટેડ નથી. તેણે ખોટી અફવાઓ ન ફેલાવવાની વિનંતી કરી છે.
Dear Media Friends,
— Boney Kapoor (@BoneyKapoor) February 3, 2023
This is to bring to your notice that Janhvi Kapoor has not committed to any Tamil Films at the moment, requesting not to spread false rumors.
આ રીતે બોની કપૂરે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેમની દીકરી જ્હાનવી કપૂર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મ Paiyaa 2 માટે જ્હાન્વી કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં કાર્તિની સાથે તમન્ના ભાટિયા જોવા મળશે.
તમને જણાવી દઇએ કે તેની પહેલા જ્હાન્વી કપૂરે એક ઇવેન્ટમાં સાઉથ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, હું સાઉથની ફિલ્મો કરવા માગુ છું, હું અહીંના ઘણા અમેઝિંગ ડાયરેક્ટર્સ, એક્ટર્સ અને ટેક્નિશિયનો સાથે કામ કરવા માગુ છુ. મને લાગે છે કે તે પોતાની ગેમમાં ટોપ પર છે. હું હંમેશા તેમના કામ અને તેમના મ્યુઝિકની ફેન રહી છુ. મને લાગે છે કે હું ફક્ત યોગ્ય તકની રાહ જોઇ રહી છું.
જાહ્નવીએ ઘણી વખત કહ્યું કે તે જુનિયર એનટીઆર સાથે તેની પહેલી ફિલ્મ કરવા માંગે છે. તાજેતરમાં, પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે કહ્યું હતું, ‘જો મને જુનિયર એનટીઆર સર સાથે કામ કરવાની તક મળે છે, તો હું તેમના માટે ઓપન છું અને ટોલીવુડની ફિલ્મ કરવા માટે એક્સાઇટેડ છું.’ તે કહે છે, ‘ મારા માટે તે ખૂબ મહત્વ ધરાવે છે, જે એક એવા દિગ્ગજ છે, પરંતુ કમનસીબે, મારી પાસે હજુ ઓફર સુધી આવી નથી. હું પણ આવી ફિલ્મની રાહ જોઈ રહી છું અને આશા પણ રાખી રહી છું.
આ પહેલીવાર નથી કે જ્યારે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જાહ્નવી કપૂરના ડેબ્યૂના સમાચાર ચર્ચામાં હોય. અગાઉ પણ એવા રિપોર્ટ હતા કે તે ત્રિવિકિરામ શ્રીનિવાસની એનટીઆર 30, બૂચી બાબુની ફિલ્મ અને પુરી જગન્નાધની જન ગણ મનમાં જુનિયર એનટીઆર સાથે ટોલીવુડમાં ડેબ્યૂ કરશે. જોકે, અત્યાર સુધી તમામ માત્ર અફવા જ રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વી કપૂર છેલ્લે મિલીમાં જોવા મળી હતી. જાહ્નવી કપૂર હવે વરુણ ધવન સાથે ‘બવાલ’માં જોવા મળશે. બવાલની રિલીઝ બાદ જ્હાન્વી ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં જોવા મળશે.