યુટ્યુબર અરમાન મલિક (Armaan Malik) વર્તમાન સમયે અંગત જિંદગીને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. પહેલા અરમાન તેની બે પત્નીઓને કારણે અને પછી બંને પત્નીઓ એકસાથે પ્રેગ્નેનેટ થવાના કારણે ચર્ચાના કેન્દ્રમાં બની રહ્યો હતો. અરમાનની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે અને તે તેના ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલા નાના-મોટા અપડેટ્સ શેર કરતો રહે છે.
અરમાન જલ્દી પિતા બનવા જઈ રહ્યો છે. તે બંને પ્રેગ્નેન્ટ પત્નીઓ સાથે ફોટા અને વીડિયો પણ શેર કરતો રહે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે પહેલાથી લગ્ન કરેલા અરમાન મલિકને કૃતિકાએ પોતાનું દિલ કેવી રીતે આપ્યું. શું તેની પહેલી પત્ની પાયલને આમાં કોઈ વાંધો ન હતો? આવો જાણીએ…
અરમાન મલિકને બે પત્નીઓ છે, પહેલી કૃતિકા અને બીજી પાયલ. પહેલેથી જ અરમાનને તેના બે લગ્નો માટે સોશિયલ મીડિયા પર ઉગ્ર ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. જો કે, એવા ઘણા લોકો છે જે ત્રણેયને ઘણો પ્રેમ આપે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં અરમાને મીડિયા સાથેની મુલાકાત દરમિયાન પોતાની પત્નીઓ વિશે ખુલીને વાત કરી હતી. પાયલ પછી કૃતિકા તેના જીવનમાં કેવી રીતે આવી અને ત્રણેય કેવી રીતે સાથે રહે છે તે પણ જણાવ્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 27 ઓક્ટોબર, 1991ના રોજ મુંબઈમાં જન્મેલી પાયલ વર્ષ 2011 માં અરમાનને મળી હતી. પાયલ જ્યાં કામ કરતી હતી ત્યાં અરમાનનું ખાતું હતું. અરમાન પાયલને તેના બેંકના કામના સંબંધમાં મળ્યો હતો. આ પછી, બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને તે જ વર્ષે તેઓએ લગ્ન કર્યા. પાયલ મલિક અને અરમાનને એક પુત્ર ચિરાયુ મલિક પણ છે. આ દરમિયાન, તેની બીજી પત્ની કૃતિકાની તેના જીવનમાં એન્ટ્રી થઈ.
પાયલ અને અરમાનના પુત્ર ચિરાયુના જન્મદિવસ પર પાયલે તેની મિત્ર કૃતિકાને આમંત્રણ આપ્યું હતું. 20 માર્ચ 1994ના રોજ દિલ્હીમાં જન્મેલી કૃતિકા અરમાન અને પાયલના ઘરે પાર્ટીમાં પહોંચી હતી. અહીં ફોટો પડાવવાને કારણે કૃતિકા અને અરમાનના નંબર એક્સચેન્જ થયા હતા.
આ પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું અને થોડા સમય પછી કૃતિકા કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગઈ જ્યાં અરમાને તેની મદદ કરી હતી. આ પછી બંને પ્રેમમાં પડ્યા અને આ બાદ અરમાને કૃતિકાને પ્રપોઝ કર્યુ. એટલું જ નહીં, પાયલને જાણ કર્યા વિના, કૃતિકાએ 2018માં કોર્ટમાં અરમાન સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હતા. જ્યારે પાયલને આ વાતની જાણ થઈ ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. આ બાદ જ્યારે પાયલના પરિવારને આ વાતની જાણ થઈ તો તેઓ તરત જ પાયલને તેમના ઘરે લઈ ગયા હતા.
પાયલ લગભગ એક વર્ષથી તેના પરિવાર સાથે રહેતી હતી. તો ત્યાં પાયલે કહ્યું કે, ‘અમે 8 વર્ષ સાથે વિતાવ્યા. તેથી જ્યારે મેં અરમાનને છોડ્યો ત્યારે દરેક ક્ષણ પસાર કરવી મારી માટે મુશ્કેલ હતી. અરમાન-કૃતિકા રડતા હતા અને હું પણ રડતી હતી. પાયલ કહે છે કે મારા પરિવારજનોએ મારો ફોન પણ છીનવી લીધો હતો.
વાતચીત દરમિયાન, પાયલને પૂછવામાં આવ્યું કે તે કઈ ક્ષણ હતી જ્યારે તેણે અરમાન પાસે પાછા જવાનું નક્કી કર્યું. જવાબમાં પાયલે કહ્યું હતું કે અરમાને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે તેણે તેના પતિ પાસે પરત ફરવાનું નક્કી કર્યું હતું. થોડો વિવાદ થયા બાદ ત્રણેય સાથે રહેવા લાગ્યા હતા. હાલમાં અરમાનની બંને પત્નીઓ માતા બનવાની છે.