fbpx
Saturday, June 3, 2023

જોશીમઠ જમ્મુના ડોડા બાદમાં પણ 19 પાસમાં તિરાડો મળીને સરકવા પ્રયાસ

ડોડા: ઉત્તરાખંડના જોશીમઢ બાદ હવે જમ્મુ કાશ્મીરના ડોડામાં જમીન ધસવાના સમાચાર આવી રહ્યા છે. અહીં 21 ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તિરાડો પડી ચુકી છે, જેમાંથી 19 ઘર, એક મસ્જિદ અને એક ધાર્મિક શૈક્ષણિક સંસ્થા સામેલ છે.

ડોડાના ઠઠરીમાં નઈ બસ્તી ગામના 19 ઘરોમાં તિરાડો પડી છે, જેનાથી લોકોમાં ડરનો માહોલ દેખાઈ રહ્યો છે. તેમાંથી એક ઘરમાં તિરાડ પડ્યા બાદ જમીન દોસ્ત થઈ ગયું હતું. આ ઘરોમાં રહેતા 19 પરિવારોને સુરક્ષિત સ્થાન પર લઈ ગયા છે. તેમાંથી મોટા ભાગના પરિવારો પોતાના સંબંધીઓને ત્યાં રહી રહ્યા છે.

ડોડા પ્રશાસનનું કહેવું છે કે, છેલ્લા ચાર દિવસમાં તિરાડો પહોંળી થઈ ગઈ છે. પ્રશાસન તપાસમાં લાગી ગયું છે. જો કે, હાલમાં જમીન નીચે ધસવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

ભૂવૈજ્ઞાનિકોની ટીમ અને જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળનો પ્રવાસ કર્યો છે. જો કે ચિંતાની કોઈ વાત નથી.

Related Articles

નવીનતમ