fbpx
Saturday, June 3, 2023

અંકુર જીવનભરનો: તમારા તત્કાલિન સાંખ્ય લેખક સાંકળ સાથે સાંકળ ફેરા, ધર્મને સ્વિકાર્યો

બરેલી: ઉત્તર પ્રદેશના જિલ્લા બરેલીમાંથી 21 વર્ષિય સબાએ ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમમાંથી હિન્દુ બની ગઈ છે. જે બાદ મણિનાથમાં આવેલા અગસ્ત્ય મુનિ આશ્રમના મંદિરમાં પ્રેમી અંકુર દેવલ સાથે સાત ફેરા લીધા. હિન્દુ રીતિ રિવાજથી બંનેએ લગ્ન કર્યા. આ અવસર પર હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચી પણ ત્યાં હાજર રહી હતી. સુભાષ નગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા અગસ્ત્ય પંડિત કેકે શંખધારે ગંગાજળથી બંનેનું શુદ્ધિકરણ કર્યું. ત્યાર બાદ ધર્મ પરિવર્તન કરાવીને નામ બદલાવ્યું. સબાબી, સીબી દેવલ બની ગઈ છે. ત્યાર બાદ માતાની માફક સાધ્વી પ્રાચીએ પહેલા ગંગાજળથી છંટકાવ કર્યો અને ત્યાર બાદ મંત્રો સાથે હલ્દી લગાવી અને ચોખા પણ જાર્યા હતા.

સબા ઉર્ફ સીબા દેવલે જણાવ્યું કે, મારે અંકુર સાથે 4 વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. હવે હિન્દુ ધર્મ અપનાવીને લગ્ન કરી લીધા છે. સબા બી ઉર્ફ સીબા દેવલે જણાવ્યું કે, મારા પિતા ઝહીર અહમદ કપડાના વેપારી છે. હું મુસ્લિમ છું. 4 વર્ષ પહેલા મારે અલીગંજના રહેવાસી અંકુર સાથે મિત્રતા થઈ. જ્યારે હું સ્કૂલે જતી હતી, તો અંકુર પણ સાથે આવતો હતો. અહીંથી અમારી દોસ્તી થઈ. જે આગળ જતાં પ્રેમમાં પરિવર્તન થઈ. પણ બંનેના ધર્મ અલગ હોવાથી અને પરિવારે આગળ અભ્યાસ કરાવાની ના પાડી દેતા અંકુરને મળવાને છુટી ગયું. અંકુર પણ કપડા વેચવાનો કારોબાર કરે છે. હું પુખ્તવયની છું અને મારી મરજીથી ધર્મ પરિવર્તન કર્યું અને લગ્ન કરવાનો મારો અધિકાર છે. મને હવે ત્રિપલ તલાકનો ડર નથી. એક ફેબ્રુઆરીએ મેં મારા પ્રેમી અંકુર માટે થઈને ધરબાર છોડી દીધા. હવે હું અંકુર સાથે જીવનભર રહીશ.

પિતાએ ખોટી FIR નોંધાવી

સબા ઉર્ફ સીબા દેવલે કહ્યું કે, મારા પિતાએ અંકુર અને તેના ભાઈ મોહિત વિરુદ્ધ 1 ફેબ્રુઆરીએ લલચાવી લઈ જવાની ફરિયાદ કરાવી. જ્યાં પોલીસને મારા પિતાએ મારી ઉંમર 16 ગણાવી હતી. મને સગીર માનીને મારા પ્રેમી અંકુર અને તેના ભાઈને ફસાવ્યો. મારી હાઈસ્કૂલની માર્કશીટ અને આધાર કાર્ડમાં મારી ઉંમર 21 વર્ષ છે. હું પુખ્ત છું તેથી મેં આ નિર્ણય લીધો છે. હવે હંમેશા હિન્દુ બનીને હરીશ.

પરિવારે જીવનું જોખમ હોવાનું કહ્યું

તો વળી સબાએ કહ્યું કે, મને પરિવારથી જીવનું જોખમ છે. મારી સાથે કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે. અલીગંજ પોલીસ સ્ટેશનમાં એક ફેબ્રુઆરીએ મારા અપહરણની ફરિયાદ નોંધાઈ છે. પણ હું ન્યાય માટે પોલીસ ચોકીએ જઈશ. અંકુર મારે જીવનભરનો પતિ રહેશે. તો વળી લગ્ન કરાવનારા પંડિતે કહ્યું કે, બંને પુખ્ત વયના છે. આર્યસમાજ મંદિરમાં પણ લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યા છે. લગ્ન બાદ બંને પોતના ઘરે નીકળી ગયા છે.

Related Articles

નવીનતમ