fbpx
Tuesday, May 30, 2023

યોગી આદિત્યનાથનો ઇન્ટરવ્યુ: રામિર શાંતિ, લિલ આધારિત ચર્ચા અને બોયકોટ પર સીએમ યોગે કરી ખાસ વાત

લખનઉ: વર્ષ 2023નું સૌથી ધમાકેદાર ઈન્ટરવ્યૂ News18 ઈંડિયા પર પ્રસારિત થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ SUPER EXCLUSIVE ઈન્ટરવ્યૂમાં Network18ના એડિટર ઈન ચીફ રાહુલ જોશીની સાથે બિંદાસ્ત વાતચીત કરી રહ્યા છે.

આ મુદ્દા પર ખુલીને વાત કરી રહ્યા છે યોગી આદિત્યનાથ

ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિતથી ચમકશે યૂપીનું ભાગ્યા. વન ટ્રિલિયન ઈકોનોમીની શું છે યોગી ફોર્મ્યુલા? રામચરિત માનસ વિવાદ પર યોગીનો મેસેજ, 2024માં કેવી રીતે તૂટશે 2014નો રેકોર્ડ? વર્ષ 2023નું સૌથી ધમાકેદાર ઈન્ટરવ્યૂ…

ભારતના 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમીમાં યૂપીનું મજબૂત હોવું જરુરી- યોગી

ન્યૂઝ 18 ઈંડિયા સાથે વાત કરતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વન ટ્રિલિયન ઈકોનોમીના ટાર્ગેટને પ્રાપ્ત કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતની 5 ટ્રિલિય ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યને પુરો કરવા માટે ઉત્તર પ્રદેશનો ઝડપી વિકાસ થવો જરુરી છે. અમે 6 વર્ષમાં રાજ્યની અર્થવ્યવસ્થાને ડબલ કરી છે. કોરોના મહામારીના પ્રભાવથી યૂપી બહાર આવી ચુક્યું છે. યૂપી ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિત 2023મા અમે રાજ્યના જીડીપીથી વધારે રોકાણ પ્રાપ્ત કરીશું. મને પુરો વિશ્વાસ છે.

અમે છેલ્લા 6 વર્ષમાં 5 લાખ સરકારી નોકરી આપી- યોગી આદિત્યનાથ

યૂપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં પોતાની વિકાસ યાત્રા શરુ કરી છે. કોરોનાના પડકાર છતાં ઉત્તર પ્રદેશોનો જીડીપી ડબલ થયો છે. પ્રતિ વ્યક્તિ આવક ડબલ થઈ ગઈ છે . અમે છેલ્લા છ વર્ષમાં 5 લાખ સરકારી નોકરી આપી છે.

યૂપીની કાનૂન વ્યવસ્થાની ધારણા બદલાઈ છે, તેને બધા સ્વીકાર કરે છે – યોગી આદિત્યનાથ

યૂપીની કાનૂન વ્યવસ્થાની ધારણા બદલાઈ છે, તેને તમામ સ્વીકારે છે. આપણા બધાની પ્રેરણા છે પીએમ મોદી. અમે બીજા રાજ્યોની નીતિનું અધ્યયન કરી રહ્યા છીએ અને પોતાની નીતિ તૈયાર કરી રહ્યા છીએ. અમે 4 લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ ધરાતલ પર ઉતારીશું. અમે 10 ફેબ્રુઆરીએ ઘોષણા કરીશું કે, ગ્લોબલ ઈંવેસ્ટર્સ સમિટ 2023 દ્વારા અમે કેટલું રોકાણ લાવી શકીશું અને કેટલી નોકરીઓ આપી શકીશું.

રામચરિતમાનસ સમાજને જોડનારો ગ્રંથ છે, તેમાં નિષાદ રાજ અને માતા શબરીનો પણ ઉલ્લેખ- યોગી આદિત્યનાથ

રામચરિત માનસની કોપી સળગાવનારા વિરુદ્ધ કાર્યવાહી વિશે પુછાતા તેમણે કહ્યું કે, કાર્યવાહી થશે નહીં, થઈ ગઈ. રામચરિત માનસ એક પવિત્ર ગ્રંથ છે. સમાજને જોડનારો ગ્રંથ છે. તેના પ્રત્યે દરેક સનાતનીને માન છે. ઉત્તર ભારતમાં દરેક માંગલિક કાર્યક્રમમાં સુંદર કાંડના પાઠ થાય છે. સપ્ટેમ્બરના અંતથી લઈને ડિસેમ્બરના પ્રારંભ સુધી ઉત્તર ભારતના દરેક ગામમાં રામલીલાનું આયોજન થાય છે. આ લોકોને રામચરિતમાનસના ભાવ વિશે જો આ જાણકારી હોત, તો સવાલ જ ન ઊભો થાત. રામચરિત માનસમાં નિષાદ રાજનું પણ ચિત્રણ છે અને માતા શબરીનું પણ. તેની કોપી સળગાવવા વિશે શું કહેવું, બુદ્ધિનો ફેર છે.

જાતિના નામ પર વિભાજન કરનારા લોકોને વારંવાર લાત મારી રહી છે યૂપીની જનતા- યોગી આદિત્યનાથ

રામચરિત માનસને લઈ ઊભા થયેલો વિવાદ શું દલિતો અને પછાતોને સાથે લાવવાની વિપક્ષની રણનીતિનો ભાગ છે? આ સવાલના જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ઉત્તર પ્રદેશની જનતા ખૂબ વિભાજન વેઠી ચુકી છે અને વિભાજનના કારણે ઓળખાણનું સંકટ પણ વેઠી ચુકી છે. યૂપીની જનતાએ વારંવાર આ વિભાજનકારી તત્વોને લાત મારી છે. 2014માં ઠોકર મારી, 2017માં ઠોકર મારી, 2019માં ઠોકર મારી અને 2022માં પણ જવાબ આપી ચુકી છે. એટલા માટે હવે કોઈ શંકા જ નથી, ભલેને ગમે તેટલી માથાકૂટ કરે.

2024માં 2019 કરતા પણ વધારે સીટ લાવશે ભાજપ- યોગી આદિત્યનાથ

ભાજપે 2014માં યૂપીમાં 71 સીટો જીતી હતી, 2019માં 61 સીટો જીતી હતી. 2024માં પણ આપ કેટલી સીટો આપશો ભાજપને? તેના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, 2024માં ભાજપ અહીં 2019થી વધારે આવશે અને સારુ પરિણામ લાવશે. વિપક્ષી પાર્ટીઓની એકજૂટતા પર તેમણે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં આ પ્રયોગ પણ થઈ ચુક્યો છે.

ઉત્તર પ્રદેશમાં પણ થશે જાતિ આધારિત સર્વે?

બિહારની માફક ઉત્તર પ્રદેશમાં પણ જાતિ આધારિત સર્વે વિશે પુછાતા યોગી આદિત્યનાથે કહ્યું કે, કાસ્ટ સેંસસ રાજ્ય સરકારનો વિષય નથી. આ કેન્દ્ર સરકારના ક્ષેત્રાધિકારમાં આવે છે. કેન્દ્ર સરકાર અને જનગણના આયોગ તેના વિશે જે નિર્ણય લેશે, ઉત્તર પ્રદેશ પણ તેને ફોલો કરશે.

રાહુલ ગાંધીની નકારાત્મકતા તેમના તમામ પ્રયાસ પર પાણી ફેરવી દે છે- યોગી આદિત્યનાથ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે વાત કરતા સીએમ યોગીએ કહ્યું કે, 1947થી શુ કરી રહ્યા છે. આ દેશમાં જાતિ આધારિત, મત અને ધર્મના આધાર પર, વિસ્તાર અને ભાષાના આધાર પર વિભાજનનો કોંગ્રેસની દેન છે. એમને જે વિરાસતમા મળ્યું છે, તેઓ દેશને આપી રહ્યા છે. આ એજ કરી રહ્યા છે. રાહુલ ગાંધી પોતાની નકારાત્મકતા છોડતા નથી, તેમની નકારાત્મકતા તેમના તમામ પ્રયાસો પર પાણી ફેરવી રહી છે. કોઈ પણ કાર્યક્રમમાં ભીડ કેટલી છે, તેનાથી તેની સફળતાનો અંદાજ લગાવી શકાય નહીં. સામાન્ય લોકો તેને કેવી રીતે લઈ રહ્યા છે, તેમના શું અસર થઈ, કાર્યક્રમની સફળતા તેના પર નિર્ભર કરે છે.

અયોધ્યા અને કાશી ભવ્ય બની રહ્યું છે, મથુરામાં પણ વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. – યોગી આદિત્યનાથ

અયોધ્યામાં રામ મંદિર અને કાશી, મથુરા પર ભાજપનું સ્ટેન્ડ શું હશે? આ સવાલના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, કાશીમાં કાશ્વી વિશ્વનાથ ધામ બની ગયું છે. આજે કાશી પુરી દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રધાનમંત્રી મોદી પણ ખુદ સંસદમાં કાશીનું પ્રતિનિધિત્વ કરે છે. મથુરામાં ઝડપથી તીર્થ વિકાસ પરિષદ કામને આગળ વધારી રહ્યા છે.

બોયકોટ કલ્ચર પર બોલ્યા સીએમ યોગી

બોયકોટ કલ્ચર પર સીએમ યોગીએ કહ્યું કે, કોઈ પણ કલાકાર, સાહિત્યકાર અને વિશિષ્ટ પ્રતિભાવાળા લોકોનું સન્માન થવું જોઈએ અને અમે કરીએ છીએ. ઉત્તર પ્રદેશની પોતાની ફિલ્મ પોલિસી છે. રાજ્યમાં ફિલ્મોનું શૂટીંગ પહેલા કરતા વધારે થઈ રહ્યું છે. ફિલ્મ ડીરેક્ટરોને પણ એ ધ્યાન રાખવું જોઈએ કે લોકોની ભાવના આહત ન થાય. ભૂલથી કોઈ વાત જતી રહે તો અલગ વાત છે, પણ જાણી જોઈને કોઈ આવા સીન આપે, જે વિવાદ ઊભો કરે છે અને લોકોની ભાવનાને ઠેસ પહોંચાડે છે.

અયોધ્યામાં ક્યારે બનીને તૈયાર થશે રામમંદિર

અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કાર્ય ક્યાં સુધીમાં પુરુ થઈ જશે, આ સવાલના જવાબમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, મંદિર નિર્માણ કામ સમયસર આગળ ચાલી રહ્યું છે. રામલલા સમય પહેલા મંદિરમાં વિરાજમાન થઈ જશે. આ દેશ માટે દુનિયા માટે એક ગૌરવનો દિવસ હશે, જે દિવસે રામલલા સૈકડો વર્ષો બાદ પોતાના મંદિરમાં વિરાજમાન થશે.

Related Articles

નવીનતમ