fbpx
Tuesday, May 30, 2023

કોડાનિનામાં યોજાય છે સાંસ્કૃતિક કક્ષાનો આયુષો, સેંકડો લોકો અને લાભાર્થી લાભ

દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. અંદાજે એક હજારથી વધુ લોકોએ આ મેળાનો લીધો લાભ હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર અંતર્ગત  જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા આ આયુષ મેળાનું આયોજન થયું હતું. જેમાં આયુર્વેદ અને હોમિયોપેથીના નિષ્ણાત ડોક્ટરો દ્વારા અનેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવી હતી.

આયુષ મેળાનો સેંકડો લોકો અને દર્દીઓએ લાભ લીધો

કોડીનાર છારાઝાંપા ગ્રાઉન્ડ ખાતે આજે યોજાયેલા આયુષ મેળાનો સેંકડો લોકો અને દર્દીઓએ લાભ લીધો હતો. જાહેર જનતાને વિનામૂલ્યે વિવિધ આરોગ્ય સેવાનો લાભ જિલ્લા આયુર્વેદશાખાના નિષ્ણાત ડોક્ટરો દ્વારા આપવામાં આવ્યો હતો. ‘આયુર્વેદ=આયુષ+વેદ’ એટલે કે આયુષ એટલે જીવન અને વેદ એટલે વિજ્ઞાન. આથી કહી શકાય કે જીવન જીવતા શીખવતું વિજ્ઞાન એટલે આયુર્વેદ. પાંચ હજાર વર્ષ પહેલા ઋષિમુનિઓનાં પ્રસાદ રૂપે ભારત વર્ષને પ્રાપ્ત થયેલ અને માનવજાતના કલ્યાણ અર્થે રચાયેલ ચિકિત્સા શાસ્ત્ર એટલે આયુર્વેદ.

આયુષ મેળામાં 14 જેટલા સ્ટોલ લગાવ્યા હતા

આજે કોડીનાર ખાતે યોજાયેલા આયુષ મેળામાં 14 જેટલા સ્ટોલ હતા. તેમાં આયુર્વેદ અને હોમિયોપથી ના નિષ્ણાંત તબીબો દ્વારા આ વિસ્તારના દર્દીઓને નિઃશુલ્ક નિદાન સારવાર અને દવાઓ આપવામાં આવી હતી.સાથે ભોજનમાં તેમજ અન્ય શુ કાળજી રાખવી તે સમજાવવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં યોગ,વાનગી પ્રદર્શન,સાયટિકા-જૂના સાંધાના રોગની સારવાર,ચામડીના રોગો,સાયનસ, સાંધા કમર,ગોઠણના દુખાવા સહિતના રોગોનું નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. તો આ મેળામાં આયુર્વેદ ઔષધી, રસોડા અને ઘર આંગણાની ઔષધીઓનું પ્રદર્શન યોજાયુ હતું.

હોમિયોપેથી દવાનું પણવિતરણ

રોગપ્રતિકારક શક્તિવર્ધક લાઈવ ઉકાળા, સંશમની વટી તેમજ હોમિયોપેથી દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષની વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર, યોગ અંગેનું માર્ગદર્શન, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા ઉપરાંત બીજી અનેકવિધ સેવાઓ વિનામૂલ્યે દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય ડો.પ્રદ્યુમનભાઈ વાજા જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા,જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

નવીનતમ