fbpx
Tuesday, May 30, 2023

તાણિક શક્તિ માટે ગુરુની બલિ: પહેલા મથ્થ ફોડી ફોડી પી ગયા, બાદમાં પ્રાઈવેટ પાર્ટમાં ઉત્તમ સળગાવી વિશેષ

રાયપુર: છત્તીસગઢના ધમતરીમાં એક યુવકે દિવ્ય શક્તિઓની લાલચમાં પોતાના જ ગુરુની બલિ ચડાવી દીધી. આરોપી યુવકે પહેલા ગુરુનું માથુ ફોડી નાખ્યું અને બાદમાં તેનું લોહી પી ગયો. ત્યાર બાદ પ્રાઈવેટ પાર્ટમાં ડંડો નાખીને તેને જીવતો સળગાવી દીધો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના કરેલી મોટી ચૌકી વિસ્તારની છે.

શ્મશાન ઘાટ પાસે મળી લાશ

જાણકારી અનુસાર, પોલીસે પૈરી સોંઢુર નદીના એનીકટ કિનારે શ્મશાન ઘાટ પાસે એક ફેબ્રુઆરીને રોજ અડધી સળગેલી લાશ મળી હતી. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે, લાશ ગોબરા નયાપારાના સોમવારી બજાર નિવાસી બસંત સાહૂની હતી. ત્યાર બાદ પોલીસે પરિવારને સૂચના આપી તપાસ શરુ કરી દીધી.

ચેલા સાથે બાઈક પર સારવાર કરાવવા જતા હોવાનું કહી ઘરેથી નીકળ્યા હતા

આ દરમિયાન બસંત સાહૂના દીકરા દેવેન્દ્રએ જણાવ્યું કે, તેના પિતા 31 જાન્યુઆરીને કિસાનપારા નયાપારા નિવાસી માન્યા ચાવલા સાથે બાઈક પર સારવાર કરાવવા જતાં હોવાની વાત કહીને નીકળ્યા હતા. ત્યાર બાદ પરત ફર્યા નથી. તપાસમાં એ જાણવા મળ્યું છે કે, બસંત સાહૂને છેલ્લી વાર માન્યા સાથે તેની બાઈક પર લોમશ ઋષિ આશ્રમ તરફ જતાં જોયા હતાં.

આરોપીએ કહ્યું, રાતના સમયે તંત્ર સાધના માટે ગયા

શકના આધાર પર પોલીસે આરોપી માન્યા ચાવલા ઉર્ફ રૌનક સિંહની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે, બસંત સાહૂ ઝાડ ફુંક કરવાનું જાણતો હતો. માન્યા તેની પાસેથી તંત્ર મંત્ર શિખો રહ્યો હતો. બંને 31 જાન્યુઆરીએ રાતના લગભગ 12 કલાકે શ્મશાન ઘાટ પર તંત્ર સાધના કરવા ગયા હતા.

સાધુએ જણાવી હતી તાંત્રિક શક્તિ મેળવવાની રીત

આરોપી માન્યાએ પોલીસને જણાવ્યું હતું કે, તેને કોઈ સાધુ પાસેથી ખબર પડી હતી કે, તંત્ર સાધના કરતા કોઈ જીવિત વ્યક્તિનું લોહી પી જાય તો, તેને તે શક્તિઓ મળી જાય છે. તેને લઈને આરોપીએ તંત્ર સાધના કરીને બસંત સાહૂના માથા પર ડંડા મારી, માથુ ફોડી નાખ્યું, બાદમાં તેનું લોહી કાળા રંગના વાણસમાં ભરીને પી ગયો.

ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ સામાન જપ્ત

ત્યાર બાદ આરોપીએ પોતાના ગુરુ બસંત સાહૂના પ્રાઈવેટ પાર્ટમાં ડંડા નાખીને તેને જીવતો સળગાવી દીધો. પુરુવા છુપાવવા માટે ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ સામાન છુપાવી દેવામાં આવ્યો. જેને આરોપીની ધરપકડ સાથે તેને જપ્ત કરી લેવામાં આવ્યો. પોલીસે જણાવ્યું છે કે, આરોપી માન્ય ચાવલા મૂળ તો રાયપુરના દેવેન્દ્ર નગરનો રહેવાસી છે.

Related Articles

નવીનતમ