fbpx
Tuesday, May 30, 2023

મહેસાણા: પોલીસમાં પતિને નુકસાન, પગભરની ઉડલીની ઉર્દૂકાન શરૂ કરી, આજે ઉડલી કટીંગ લાગે છે

Rinku Thakor, Mehsana:કોરોનાની બીજી લહેર ઘણા બધા લોકોએ પોતાના અંગત લોકોને ગુમાવ્યા છે. જ્યારે કોરોનામાં પતિનું અવસાન થયું ત્યારે વિદ્યાબેન એકલા પડી ગયેલા અને ઘરની સંપૂર્ણ જવાબદારી પણ એમના પર આવી ગઇ હતી. ત્યારે એમને ખુદનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી ગયું અને એમને પોતાનુ ઇડલી , મેંદુવડા,સમોસાની દુકાન શરૂ કરી હતી.

હોમ સાયન્સમાં ગ્રેજ્યેએશન કર્યું છે

મહેસાણનાં વિદ્યાબેને અભ્યાંસ હોમસાયન્સમાં ગ્રેજ્યુએશન કરેલુ છે.પરંતુ લગ્ન પછી નોકરી કરી ન હતી અને ઘર સંભાળ્યું. અને જ્યારે તક્લીફ પડી ત્યારે એમને આ પોતાનું કંઈક કરવાનું વિચાર આવ્યો,પણ એમને હંમેશાથી રુચી જમવાનું બનાવવામાં હતી. જેથી એમને ઇડલી, સમોસા બનાવીને વેચવાનું નક્કી કર્યું.

એ ઉપરાંત વિદ્યાબેન રોટલી વણવાનું તેમજ બીજી છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ પતિના અવસાન બાદ આ કરવું પણ શક્ય ન બન્યું એટલે એમને પોતાનો નાનો એવો ધંધો કરવાનું વિચાર્યું હતું. તેમણે મહેસાણાનાં બીએસએનએલની ઓફીસ પાસે દુકાન શરૂ કરી છે. સગા સંબંધીની મદદથી ધંધો શરૂ કર્યો છ.

6000 રૂપિયાથી વ્યવસાયની શરૂઆત કરી હતી


વિદ્યાબેને રૂપિયા 6000થી ધંધાની શરૂઆત કરી હતી. જેમાં ઇડલી, સમોસા બનાવવા માટેની સામગ્રી લાવ્યા અને એનેલગતા વાસણો , પ્લેટો વગેરે લાવ્યા. અને હાલ લગભગ છ મહિનાના ગાળામાં સારી કમાણી કરી રહ્યાં છે.

જેથી એમનું ગુજરાત પુરું થઈ જાય છે.તેઓ સવારે જાગીને બધી સામગ્રીને તૈયાર કરે અને સવારે 9 થી 2 વાગ્યા સુધી વ્યવસાય કરે છે. તેમજ ઘરે પણ ઓડર લઇને બનાવી આપે છે.

Related Articles

નવીનતમ