fbpx
Thursday, June 1, 2023

બજેટ 2023: 5G એપ્સ અને સર્વિસ સર્વિસ બનાવવા માટે 100 લેબ, નાણા એ કરી જાહેરાત

Union Budget 2023: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે સરકાર દેશભરમાં 5G એપ્સ માટે 100 લેબ સ્થાપશે. આ લેબમાં 5G સેવાઓ માટેની એપ્સ વિકસાવવામાં આવશે. આ ઉપરાંત આ લેબનો ઉપયોગ વિદ્યાર્થીઓને તાલીમ આપવા, નવીનતા અને સંશોધન અને પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે ઇન્ક્યુબેટર તરીકે કરવામાં આવશે. આ ઉપરાંત, નાણામંત્રીએ ભારતને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં આગેકૂચ આપવા માટે દેશમાં ત્રણ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની પણ જાહેરાત કરી છે.

આ પહેલા IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ દેશભરમાં 100 5G લેબ્સ સ્થાપવાનો દાવો કર્યો હતો. મંત્રીએ કહ્યું હતું કે તેઓ દેશભરમાં 100 5G લેબ સ્થાપશે. આ દરમિયાન, તેમણે ટેલિકોમ ઉદ્યોગને એક સાથે ઊભા રહેવા અને વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે આ 100 લેબમાંથી ઓછામાં ઓછી 12 લેબને ટેલિકોમ ઇન્ક્યુબેટરમાં રૂપાંતરિત કરવા વિનંતી કરી.

ઘણા શહેરોમાં શરૂ થઈ સેવા

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ભારતમાં 5G સેવાઓ શરૂ કરી હતી. ત્યારથી, આ સેવા દેશના ઘણા શહેરોમાં શરૂ કરવામાં આવી છે. હાલમાં દેશમાં માત્ર રિલાયન્સ જિયો અને એરટેલ ટેલિકોમ કંપનીઓ 5જી સેવા પૂરી પાડી રહી છે.

હાલમાં કયાં ક્યાં એક્ટિવ છે 5G સેવા

એરટેલે દિલ્હી, મુંબઈ, વારાણસી, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી, કોલકાતા, પટના અને ગુરુગ્રામમાં 5G સેવા શરૂ કરી છે. બીજી તરફ, Jio એ દિલ્હી, મુંબઈ, પુણે, વારાણસી, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, સિલીગુડી, કોલકાતા, પાણીપત, નાગપુર, ગુરુગ્રામ અને ગુવાહાટીમાં JIO TRUE 5G સેવા શરૂ કરી છે.

દેશનું 75મું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યાં છે

જણાવી દઈએ કે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું 5મું અને 75મું બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે દેશની આઝાદીના અમૃત કાળનું આ પહેલું બજેટ છે. અમે દરેક વિભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ બજેટ આગામી 25 વર્ષ માટે બ્લુ પ્રિન્ટ છે.

Related Articles

નવીનતમ