વડોદરા: રુપિયાની લાલચમાં કાર ભાડે આપતા પહેલા સાવધાન થઇ જાજો. વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે (Vadodara News)કાર ભાડે લઈ બારોબાર વેચતી ટોળકીને ઝડપી પાડી છે. ઠગ ટોળકી મોંઘી કાર ભાડે લઈ માલિકની જાણ બહાર વેચી મારતા હતા. આ ટોળકી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં બારોબાર કાર વેચી મારતી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે મનીષ સોરા તેમજ સુરતના દીપક રૈયાની ધરપકડ કરી છે. અત્યાર સુધી બંન્ને આરોપીઓએ 100થી વધુ કાર વેચી નાંખી છે. પોલીસે 13 કાર સહિત 87 લાખ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં બારોબાર કાર વેચી મારી
થોડાક પૈસાની લાલચમાં પોતાની કાર ભાડે આપતા પહેલા સાવધાન થઈ જજો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાર ભાડે લઈ બારોબાર વેચી મારવાનું કોભાંડ ઝડપી પાડ્યું છે. ઠગ ટોળકી મોંઘી કાર ભાડે લઈ માલિકની જાણ બહાર વેચી મારવામાં માહેર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ટોળકી દ્વારા લોભામણી જાહેરાતો આપી કાર ભાડે લેવામાં આવતી હતી. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં બારોબાર કાર વેચી માર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
વડોદરામાં રુપિયાની લાલાચે ભાડે કાર આપતા ચેતજો
— News18Gujarati (@News18Guj) February 2, 2023
ક્રાઈમ બ્રાન્ચે કાર વેચતી ટોળકીને ઝડપી પાડી #crime #news #vadodra pic.twitter.com/u2bDcWikRz
100થી વધુ કારનો સોદો કરી નાંખ્યો
આ મામલે ક્રાઇમ બ્રાન્ચે મનીષ સોરા તેમજ સુરતના દીપક રૈયાનીની ધરપકડ કરી છે. અત્યાર સુધી બંને આરોપીઓ દ્વારા 100થી વધુ કારનો સોદો કરાયો છે. પોલીસે 13 કાર સહિત 87લાખ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ કેવી રીતે છેતરપિંડી કરતાં હતા અને તેઓ રાજ્ય બહાર કેવી રીતે મોંધીદાટ કાર વેચતાં હતાં તે મામલે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હલે જોવાનું રહ્યું કે, પોલીસ તપાસમાં શું ચોંકાવનારી વિગતો સામે આવે છે.