fbpx
Saturday, June 3, 2023

વડોદરા: ગુમ પરિણિતાની વિરોધાભાસી ઉકેલાયો, વિધીર્મી પ્રેમીએ આ રીતે ઘડ્યો હતો કારસો

વડોદરા: પોર જીઆઈડીસીમાંથી ગુમ પરિણીતાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વિધર્મી પ્રેમીએ જ હત્યા કરી લાશ દાટી દીધી હોવાનું સામે આવ્યું છે. મિત્તલબેન રાજુભાઇ બાવળીયા નામની પરિણીતા ગત 22મી તારીખથી ગુમ હતી. પોલીસ તપાસમાં સીસીટીવીમાં મિત્તલબેન પ્રેમી ઇસ્માઇલ સાથે મોટર સાયકલ પર બેસી GIDC સુધી ગયા હોય તેવું જોવા મળ્યુ હતું. હાલ તો વરણામા પોલીસે પોર GIDC નજીકથી લાશને બહાર કાઢી આરોપી ઇસ્માઇલની ધરપકડ કરી લીધી છે.

મૂળ ગઢડાનાં રહેવાસી

મૃતક પરિણીતા મિત્તલ અને તેનો પતિ રાજુભાઇ ભીમજીભાઇ બાવળીયા મૂળ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામના રહેવાસી છે. રાજુભાઇ બાવળીયા વડોદરા નજીક આવેલી પોર GIDCમાં નોકરી કરે છે.

પોલીસે પ્રેમીને પકડી પાડ્યો

ઇસ્માઇલ મિત્તલને બાઇક પર બેસાડી ગયો હતો

ઇસ્માઇલ 22 જાન્યુઆરી 2022ના રોજ સાંજે મિત્તલ પાસે પહોંચ્યો હતો અને તેને બાઇક પર બેસાડી પોર GIDC પાસેની કાશીપુરા-સરાર રોડ પર આવેલી રમણગામડી ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં લઇ ગયો હતો. જ્યાં ઇસ્માઇલે મિત્તલને માટીના ઢગલા પર ધક્કો મારી નીચે પાડી દીધી હતી અને ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. જ્યાર બાદ મિત્તલની લાશને તેણે માટીના ઢગલામાં દાટી દીધી હતી. જે બાદ તે ઘરે પરત આવી ગયો હતો અને પોતાના રૂટિનમાં લાગી ગયો હતો.

પરિણીતાની લાશ મળી

પતિએ શોધખોળ કરી

22 જાન્યુઆરીની રાત સુધી મિત્તલ ઘરે આવી ન હતી. જેથી પતિ રાજુભાઇ બાવળિયાએ તેની શોધખોળ હાથધરી હતી. પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેથી રાજુભાઇએ વરણામા પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયાની અરજી આપી હતી. જેથી પોલીસે મિત્તલના ઓળખીતા અને તેની આજુબાજુમાં રહેતા પડોશીઓની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ઇસ્માઇલ મિત્તલને બાઇક પર બેસાડી લઇ ગયો હતો. જે બાદ ઇસ્માઇલની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે પોતે કરેલા કાંડને કબૂલી લીધો હતો. ઇકલાબે કબૂલી લીધું હતુ કે, તેણે જ મિત્તલની હત્યા કરી લાશ માટીના ઢગલમાં દાટી દીધી છે.

પોલીસ તપાસ

ઇસ્માઇલની અટકાયત

આ કબૂલાત બાદ વરણામા પોલીસ તાત્કાલિક મોડી સાંજે રમણગામડીની સીમમાં જેસીબી મશિન અને માણસોનો સ્ટાફ લઇને ઘટનાસ્થળે પહોંચી હતી.

મિત્તલની લાશને શોધી કાઢી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથધરી છે. તેમજ આરોપી ઇસ્માઇલની પણ અટકાયત કરી લીધી છે.

Related Articles

નવીનતમ