fbpx
Tuesday, May 30, 2023

હવે વડોદરામાં પેપર કપડા ચા બંધ! દ્વિતીય દ્વારા હાથ ધરાયેલ ઝુબેશ

વડોદરા: અમદાવાદની જેમ વડોદરામાં પેપર કપમાં પ્રતિબંધ મૂકાયો છે. ચા માટે વપરાતા પેપર કપ સ્વાસ્થ્ય અને વાતાવરણ બંને માટે હાનીકારક છે. પાલિકાના સર્વેમાં ચાની કીટલીઓની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી પાલિકા દ્રારા ઝુંબેશ શરૂ કરાઈ છે. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.

આખા શહેરમાં તપાસ હાથ ધરાઇ

અમદાવાદની જેમ વડોદરામાં પેપર કપમાં ચા બંધ થશે. પાલિકાના સર્વેમાં ચાની કીટલીઓની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જે બાદ પાલિકાની વિવિધ ટીમો દ્વારા આખા શહેરમાં તપાસ હાથ ધરાઇ હતી. શહેરના ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. હવેથી કીટલી વાળાઓએ કાચના કપ અથવા કુલડી માં ચા આપવી પડશે.

દંડ-સીલની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં પેપર કપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પ્રદુષણ અને પેપર કપથી થતી ગંદકી થાય છે. પેપર કપ મળશે તો દંડ ફટકારવામાં આવે અને સીલની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ મનપાના અધિકારીઓ દ્વારા વેપારીઓને સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ વેપારીઓમાં આ અંગે નારાજગી જોવા મળી રહી છે.

અમદાવાદમાં અસમંજસની સ્થિતિ

અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રતિબંધ મુદ્દે સત્તાધિશો અને અધિકારીઓ સામસામે છે. સત્તાધીશો જ પ્રતિબંધના નિર્ણયથી અજાણ છે. આજે અમદાવાદમાં કોઈ ચેકિંગ કામગીરી નહીં. આ મામલે મેયરનું કહેવું છે કે, કમિશનર જાતે નિર્ણય લઈ શકે છે. સત્તાધીશો સાથે કોઈ ચર્ચા થઈ નથી. જ્યારે AMC કમિશનર હાલ વિદેશ ગયા છે. મેયર પરત ફરશે ત્યારે ફરી ચર્ચા થશે. આવામાં પ્રતિબંધ અંગે પુનઃવિચાર થઈ શકે છે. નોંધનીય છે કે, કીટલી પર આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પેપર કપ અંગે માત્ર સમજાવશે. સોમવારે કમિશનરના પ્રવાસ બાદ કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. ચાની કીટલી ધારકો અને વેપારીઓ હજી પણ અસમંજશમાં છે.

Related Articles

નવીનતમ