લખનઉ: બોલિવૂડના બાદશાહ અને કિંગ શાહરુખ ખાનની લાંબ સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, એ એક્શન ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, શાહરુખ ખાનની પઠાન ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં લાગશે. ત્યારે આવા સમયે ફિલ્મને લઈને લખનઉમાં પણ તેમના અનોખા ચાહક વિશાલ સિંહે તેમની પત્ની રુચિ સિંહ સાથે મળીને આ ફિલ્મને અનોખા અંદાજમાં જોવાની પુરી તૈયારી કરી લીધી છે. શાહરુખ ખાન માટે પતિ-પત્નીની દિવાનગી એવી છે કે, તેમની દરેક ફિલ્મ સાથે તેમની કારનો લુક બદલાઈ જાય છે. હકીકતમાં જે પણ ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થવા જાય છે, તે રંગમાં આ કાર રંગાય છે. એટલું જ નહીં પતિ-પત્નીએ પોતાના આખા ઘરને કિંગ ખાનનું કિંગડમ બનાવી દીધું છે.
વિશાલ સિંહનું ઘર એક રીતે જોવા જઈએ તો, મ્યૂઝિયમ છે. જેને આપ કોઈ પણ એંગલ જોશો તો શાહરુખ જ દેખાશે. તેમની દિવાલોથી લઈને છત, બાથરુમ, દરવાજા, ટેબલ અને બેડરુમના તકીયાથી લઈને મંદિરમાં જ શાહરુખ ખાનની એટલી બધી તસવીરો લાગી છે કે, તેની ગણતરી કરી શકાય નહીં. કિંગ ખાનના ફેન્સ તો દેશમાં કેટલાય હશે, પણ આવા નહીં. આ પરિવાર શાહરુખ ખાનને પોતાના પરિવારના સભ્ય માને છે.
વિશાલ અને તેની પત્નીનું શું કહેવું છે?
પઠાન ફિલ્મને લઈને વિશાલ સિંહનું કહેવું છે કે, લાંબા સમયથી એક ફેન તરીકે હું શાહરુખ ખાનની એક્શન ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. જે હવે ખતમ થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે મુંબઈ જઈને મરાઠા મંદિર થિયેટરમાં પઠાન ફિલ્મ જોશે. ત્યાં બોલિવૂડના કેટલાય લોકોને તેમને આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત પઠાન ફિલ્મને તેઓ વૃદ્ધાશ્રમના લોકો અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકો સાથે આ ફિલ્મ જોશે અને મિઠાઈ વહેંચશે. તેની સાથે જ મન્નત પણ જશે, જ્યાં જઈને જશ્ન મનાવશે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ પહેલાથી જ હીટ થઈ ચુકી છે. તેના ગીત લોકોના જીભ પર ફરી રહ્યા છે. જેવી રીતે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગ ફિલ્મને રેકોર્ડ તોડ્યા, તેવી જ રીતે પઠાન ફિલ્મ પણ રેકોર્ડ બનાવશે. સાથે જ તેમને કહ્યું કે, બોયકોટની કંઈ ખાસ અસર થઈ નથી.
પરિવાર સાથે જઈને જોશે ફિલ્મ
પઠાન ફિલ્મને લઈને વિશાલ સિંહની પત્ની રુચિ સિહે કહ્યું કે, લોકોને આ ફિલ્મ જરુરથી જોવી જોઈએ. પોતાના પરિવાર સાથે જશે અને જોશે કેમ કે કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીના સંકટ બાદ મોટા અભિનેતાની મોટા બજેટવાળી એક્શન ફિલ્મ પહેલી વાર આવી રહી છે. તેનાથી લોકોનું સારુ એવું મનોરંજન થશે.