નવી દિલ્હીઃ 40 ટ્રિલિયનની કિંમત ધરાવતા ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ (Indian mutual funds) ઉદ્યોગે ફંડ મેનેજરો (fund managers) તેમની પોતાની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ (portfolio management service) અથવા વૈકલ્પિક રોકાણ ફંડ (alternate investment fund) ઓફિસો સ્થાપવા આગળ વધવાના ઘણા સંલગ્ન ઉદાહરણો જોયા છે.
નેટ એસેટ વેલ્યુ (net asset values) ના દૈનિક ધોરણે ટ્રેકિંગ, માસિક ધોરણે પ્રદર્શન, ગળાકાપ સ્પર્ધામાં આગળ રહેવાનો પ્રયાસ અને રોકાણકારોની અપેક્ષાઓ સતત સંતોષવી એ થોડા સમય પછી ફંડ મેનેજરો માટે મુશ્કેલ બની શકે છે.
કેટલીકવાર આ બધાને લીધે પોર્ટફોલિયો પર ટૂંકા ગાળાના કૉલ્સ કરવા પડે છે. PMS અને AIF કેટલાક કિસ્સાઓમાં લૉક-ઇન પીરિયડ્સ સાથે આવે છે, અને બંને મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં ઉચ્ચ ન્યૂનતમ રોકાણ મૂલ્યો માટે યોગ્ય છે, તેથી રોકાણકારો જાળવી રાખવાની અને ધીરજ રાખવાની જરૂરિયાત સમજે છે. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફંડ ઘણી વધુ વારંવાર ઈનફ્લો અને આઉટફ્લો દર્શાવે છે.
ટાટા મ્યુચ્યુઅલ ફંડ (Tata Mutual Fund)ના ઈક્વિટીઝના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર રાહુલ સિંઘ આ બાબતે એક અપવાદ છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની બહાર લગભગ બે દાયકા ગાળ્યા પછી અને એમ્પરસેન્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ LLP નામની AIFની સ્થાપના કર્યા પછી રાહુલ જૂન 2018માં ટાટા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડમાં જોડાયા. ઉલ્લેખનીય છે કે અહીં તેઓ ઇક્વિટી ફંડ્સનું નેતૃત્વ કરે છે.
સિંઘે વિશ્લેષક તરીકે ભારતની અગ્રણી ક્રેડિટ એજન્સીઓમાંની એક CRISIL લિમિટેડમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ બાદ તેમણે સિટીબેંકના સંસ્થાકીય સંશોધન વિભાગમાં અને પછી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના એક ભાગ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સિક્યોરિટીઝમાં વિશ્લેષક તરીકે કામ કર્યું.
રૂ. 10 લાખ રૂપિયાનું રોકાણ ક્યાં કરવું તે ટાટા એમએફના રાહુલ સિંધે અમારી સાથે ખાસ વાતચીત કરી, અહીં તે વાતચીતની મહત્વના અંશ જોઈ શકો છો:
બજેટ 2023 નજીક આવી રહ્યું છે, ત્યારે વોલેટિલિટી જોતાં શું નવા રોકાણકારો માટે ઇક્વિટી માર્કેટમાં પ્રવેશવાનો આ સારો સમય છે?
હા. આ પોઈન્ટ પર બજારના મૂલ્યાંકનને જોતાં અમે બજેટને ધ્યાનમાં લીધા વિના બજારમાં ધીમે ધીમે પ્રવેશની સલાહ આપી શકીશું. ગ્લોબલ સિનારીયોમાં ઘણી અનિશ્ચિતતાઓ છે, પરંતુ આપણે ભારતીય અર્થતંત્રમાં ઘણી સકારાત્મકતા જોઈ શકીએ છીએ. બજેટ પણ વૃદ્ધિ તરફી હોવાની અપેક્ષા છે. બે થી ત્રણ વર્ષના પરિપ્રેક્ષ્યમાં આ સ્તરોથી વ્યાજબી વળતર મેળવી શકાય છે.
માની લઈએ કે મારી પાસે અત્યારે 10 લાખ રૂપિયા છે, તો મારે તેનું રોકાણ ક્યાં કરવું જોઈએ?
હું ઇક્વિટીમાં 60 ટકા અને ડેટમાં 40 ટકા ફાળવણીની સલાહ આપીશ. આ ડેટ અલોકેશન ઇક્વિટી સાઈડને સ્થિરતા પ્રદાન કરશે. ઇક્વિટીની પાંચ કેટેગરીઝ કે જેની હું ભલામણ કરીશ, જે બેન્ચમાર્ક સૂચકાંકો પર આઉટપરફોર્મન્સ કરશે અને આલ્ફા જનરેટ કરવામાં મદદ કરશે, તે છે લાર્જ-કેપ, મિડ-કેપ, બેલેન્સ્ડ એડવાન્ટેજ, મલ્ટી-કેપ અને સ્મોલ-કેપ.
ઘણા નિષ્ણાંતો ડેટ ફંડ વિશે વાત કરી રહ્યા છે. વ્યાજ દરો તેમના ટોચના સ્તરની નજીક હોવાની ધારણા છે અને તે દૂરના ભવિષ્યમાં પણ નીચે આવવાની અપેક્ષા છે. ડેટ ફંડ રોકાણકારોએ ક્યાં રોકાણ કરવું જોઈએ? શું રોકાણકારે લિક્વિડ ફંડ કે ટૂંકા ગાળાના ફંડ માટે જવું જોઈએ?
મને લાગે છે કે ટૂંકા ગાળાના ફંડ્સ, ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ અને ડાયનેમિક બોન્ડ ફંડ્સની યોજના બનાવવાનો માર્ગ છે. અમે આ જ કરી રહ્યા છીએ, અને રોકાણકારોને તે જ ભલામણ કરીશું.
શું તમે ડેટ અને ઈક્વિટી સિવાય અન્ય કોઈ એસેટ ક્લાસની ભલામણ કરો છો?
સલામતી તરીકે વ્યક્તિ પાસે ચોક્કસ વીમા પૉલિસી હોવી જોઈએ. ઉપરાંત, તમારા પોર્ટફોલિયોને સુરક્ષિત કરવા માટે સોનામાં રોકાણ કરો.
MF હાઉસોએ નવી ફંડ ઑફર્સ (NFOs) આપવાનું કરવાનું શરૂ કર્યું છે. આજુબાજુ ઘણા બધા ફંડ ઉપલબ્ધ હોય ત્યારે શું રોકાણકારે એક તરફ રોકાણ કરવું જોઈએ?
રોકાણકારે આ નવી ઓફરોને હાલના ફંડોથી અલગ રીતે જોવી જોઈએ નહીં. તમારે NFOમાં રોકાણ કરવું કે નહીં તેની ચિંતા કરવાને બદલે તમારા ફાઈનાન્શિયલ ગોલ્સને અનુરૂપ હોય એવા ફંડની શ્રેણીને વળગી રહેવું જોઈએ.
અર્થવ્યવસ્થા વિશે વાત કરતાં, આપણે અત્યારે જે મોટા જોખમોનો સામનો કરી રહ્યા છીએ તેમાં શું સામેલ છે, તમને શું લાગે છે? શું આપણે વધતી જતી ટેક અને સ્ટાર્ટ-અપ લેઓફ વચ્ચે મંદી વિશે ચિંતિત થવું જોઈએ?
વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં હજુ પણ મોંઘવારી નિયંત્રણમાં છે. અમેરિકા અથવા ચીનની સરખામણીમાં ભારત વૈશ્વિક રિકવરીના સંદર્ભમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેથી, 7 ટકાથી ઓછા જીડીપી વૃદ્ધિ દર સાથે પણ, અમે બાકીના વિશ્વ કરતાં વધુ સારું કરી રહ્યા છીએ.
કોઈ મનપસંદ ક્ષેત્રો જે તમને લાગે છે કે 2023માં શ્રેષ્ઠ દેખાવ કરશે?
બેન્કિંગ, કેપિટલ ગુડ્સ અને મેન્યુફેક્ચરિંગ એ એવા ક્ષેત્રો છે, જે 2023માં સારો દેખાવ કરશે. તેનું કારણ એ છે કે બેન્કિંગને વ્યાજના માર્જિનમાં સુધારો થવાથી અને મેન્યુફેક્ચરિંગને રોકાણ ચક્રના ઈમ્પ્રુવમેન્ટથી ફાયદો થઈ રહ્યો છે, જે છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહ્યું ન હતું.
વૈશ્વિક સ્થિતીને જોતાં આપણે યુવા રોકાણકારોનો આંતરરાષ્ટ્રીય રોકાણ તરફ વધુ ઝુકાવતા જોઈ રહ્યા છીએ. શું તમને લાગે છે કે આ સમયે કોઈને વૈશ્વિક એક્સપોઝર હોવું જોઈએ?
મેં અગાઉ કહ્યું તેમ, હાલમાં યુએસ બજારો અને વિકસિત બજારો ભારત કરતાં વધુ આર્થિક પીડામાંથી પસાર થઈ રહ્યા છે. ફુગાવો ત્યાં ઘણો વધારે છે, અને યુએસ ટેક માર્કેટમાં નોંધપાત્ર કરેક્શન પછી પણ આ પાસા પર ખૂબ જ નક્કર દૃષ્ટિકોણ લેવો એ એક પડકાર છે. જો કે જોખમ લઈ કેટલીક વખત ફાયદો થાય છે અને બધું પાછું પણ મળી જાય છે. જો યુએસ અને યુકેમાં મંદી બહુ ઊંડી નથી અને ચીન કમબોકક કરવાનું શરૂ કરે છે, તો તે બજારો નફાની દ્રષ્ટિએ વધુ સારું પ્રદર્શન કરવાનું શરૂ કરશે.
તેથી, આંતરરાષ્ટ્રીય રોકાણને ડાયવર્સિફાઈ અને જોખમને સંયમિત કરવાના સાધન તરીકે જોઈ શકાય છે.
તમારા પોર્ટફોલિયોમાં કેટલી MF સ્કીમ્સ હોવી યોગ્ય લાગે છે, કારણ કે ઘણી બધી સ્કીમ્સમાં ઓવરલેપિંગ રોકાણ હોય છે?
રોકાણકારે સૌપ્રથમ ફંડની કેટેગરી નક્કી કરવી જોઈએ જેમાં તે રોકાણ કરવા માંગે છે. જો તમે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, મલ્ટી-કેપ અને સ્મોલ-કેપમાં રોકાણ કરવા માંગતા હો, તો તમારી પાસે દરેક કેટેગરી દીઠ બે થી ત્રણ સ્કીમથી વધુ ન હોવી જોઈએ.
પરંતુ જો તમે જે કેટેગરીમાં રોકાણ કર્યું છે તે ઓછું હોય તો તમે કેટેગરી દીઠ ચારથી પાંચ સ્કીમ્સ પસંદ કરી શકો છો.
તમારી પોતાની અસેટ અલોકેશન કેવી રીતે કરવામાં આવી છે?
મારી પોતાની એસેટ એલોકેશન મેં જે ભલામણ કરી છે તેના સમાન જ છે. હું મુખ્યત્વે ઇક્વિટી-ઓરિએન્ટેડ અને હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરું છું. અને બાકીના લાર્જ- અને મિડ-કેપ્સમાં રોકાણ કરું છું.
શું તમે ડેટ ફંડમાં રોકાણ નથી કરતા?
હા, ચોક્કસથી હું તેવું કરું છું. પરંતુ હું એવા હાઇબ્રિડ ફંડમાં પૈસા મૂકવાનું પસંદ કરું છું જે મારા માટે એસેટ એલોકેશન કરે છે, જેમ કે બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, જે હું અહીં ટાટા મ્યુચ્યુઅલ ફંડમાં મેનેજ કરું છું. હું વર્તમાન સમયમાં લગભગ 30-40 ટકા ડેટ અલોકેશનની સલાહ આપીશ.
તમારો એક મોટો ઈનવેસ્ટમેન્ટ મંત્ર શું છે?
ફંડના ભૂતકાળના પ્રદર્શનનો પીછો ન કરો અને નાનું સાથે જ ગ્રેજ્યુઅલ રીતે રોકાણ કરો.