લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ફ્રેબુઆરી એટલે પ્રેમનો મહિનો..આ મહિનામાં અનેક લોકો એકબીજાને પ્રેમની વાતો કરીને પોતાના સાથી સાથે ખાસ પળો મનાવતા હોય છે. વેલેન્ટાઇન વીકની અનેક લોકો રાહ જોઇને બેઠા હોય છે. 7 થી લઇને 14 ફ્રેબુઆરી સુધી વેલેન્ટાઇન વીક મનાવવામાં આવે છે. આ સ્પેશયલ દિવસને સેલિબ્રેટ કરવા માટે લોકો જાતજાતની તૈયારીઓ કરી રહ્યા છે. કોઇ ફરવાનું પ્લાનિંગ કરે છે તો કોઇ ડિનર માટે સ્પેશયલ કરે છે. આ વેલેન્ટાઇન વીકનું લિસ્ટ તમે પણ અહીં જોઇ લો અને આ દિવસોને યાદગાર બનાવો. આ વેલેન્ટાઇન વીકનું આ લિસ્ટ નોંધી લો અને તમે પણ મજા કરો.
વેલેન્ટાઇન વીક લિસ્ટ
રોઝ ડે
વેલેન્ટાઇન ડેનો પહેલો દિવસ એટલે કે 7 ફેબ્રુઆરી. જે રોઝ ડેના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે લોકો એમના ક્રશને લાલ ગુલાબ આપે છે અને પ્રેમ તેમજ ઉત્સાહની વાત કરે છે.
પ્રપોઝ ડે
વેલેન્ટાઇન ડેનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે. 8 ફ્રેબુઆરીના રોજ પ્રપોઝ ડે મનાવવામાં આવે છએ. આ દિવસે એમના ક્રશન એમની ભાવનાઓ વિશે જણાવે છે અને પ્રેમમાં વધારો કરે છે.
ચોકલેટ ડે
9 ફેબ્રુઆરીના રોજ ચોકલેટ ડે મનાવવામાં આવે છે. આ ત્રીજો દિવસ હોય છે. ચોકલેટ આપીને કપલ્સ દિવસને સેલિબ્રેટ કરતા હોય છે. આ દુનિયાનો સૌથી મીઠો દિવસ હોય છે. જેમાં ચોકલેટ આપીને એકબીજા સાથે પ્રેમભરી વાતો કરવામાં આવે છે.
ટેડી ડે
વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ એટલે કે ટેડી ડે. 10 ફેબ્રઆરીના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે લોકો સ્પેશયલ વનને ટેડી આપીને દિવસનું સેલિબ્રેશન કરે છે.
પ્રોમિસ ડે
11 ફેબ્રુઆરીના રોજ પ્રોમિસ ડે મનાવવામાં આવે છે. આ દિવસને ખાસ બનાવવા માટે તમે એકબીજા સાથે પ્રોમિસ કરીને પોતાની લાઇફમાં એન્જોય કરી શકો છો.
હગ ડે
12 ફેબ્રુઆરીના રોજ હગ ડે મનાવવામાં આવે છે. આ દિવસે ક્રશ તેમજ પાર્ટનર પોતાના પ્રેમને જારી કરવા માટે ગળે મળવાનું હોય છે અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવાની હોય છે.
કિસ ડે
13 ફેબ્રુઆરીના રોજ કિસ ડે મનાવવામાં આવે છે. કિસ કરીને તમે તમારી ભાવનાઓને વ્યક્ત કરીને દિવસને એન્જોય કરી શકો છો.
વેલેન્ટાઇન ડે
તમે જેની રાહ જોઇ રહ્યા છો એટલે એ છે વેલેન્ટાઇન ડે. 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે મનાવવામાં આવે છે. આ દિવસે તમે તમારા પાર્ટનર સાથે સ્પેશયલ ડે સેલિબ્રેશન કરી શકો છો.