લિવૂડની હોટેસ્ટ ડિવા મલાઈકા અરોરા (Bollywood Actress Malaika Arora) હંમેશા પોતાના લુક અને ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે. મલાઇકા ઘણીવાર પોતાના હોટ અંદાજથી ફેન્સને દિવાના બનાવી દે છે. તે તેની પ્રોફેશનલ લાઇફ (Malaika Arora Lifestyle)ની સાથે સાથે પર્સનલ લાઇફમાં પણ ઘણી ચર્ચામાં છવાઇ રહે છે.
એક સમય હતો જ્યારે વાત બોલિવૂડની પાવર કપલ્સની આવતી ત્યારે મલાઇકા અરોરા અને અરબાઝ ખાન (Malaika Arora & Arbaaz Khan)નું નામ સૌથી પહેલા લેવામાં આવતું હતું. બંનેની કેમેસ્ટ્રીના ફેન્સ દિવાના હતા. બંનેના છૂટાછેડા (Malaika-Arbaz Divorce)થી તેમના પરિવાર જ નહીં પરંતુ ચાહકોને પણ આંચકો લાગ્યો હતો. અલગ થયા બાદ બંને ઘણીવાર દીકરા સાથે જોવા મળે છે. ક્યારેક તે પોતાના પુત્ર સાથે તો ક્યારેક એરપોર્ટ પર પાર્ટી કરતા જોવા મળે છે.
ભલે આ કપલે આજે પોતાના રસ્તા અલગ કરી પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયું હોય. પરંતુ ફેન્સને આજે પણ પોતાના ફેવરિટ બોલિવૂડ કપલ્સને સાથે જોઈને ખુશી થાય છે. હવે જ્યારે મલાઈકા અરોરા અને અરબાઝ ખાન એકબીજાને ગળે (Malaika Arora Hugs Ex-Husband Arbaaz Khan) મળવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, ત્યારે ફેન્સ હજુ પણ ઘણા ખુશ છે અને બંનેના પેરેંટિંગના વખાણ કરી રહ્યા છે.
મલાઇકાએ અરબાઝને લગાવ્યો ગળે!
મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના ડિવોર્સને આમ તો ઘણો સમય થઇ ગયો છે. પરંતુ જ્યારે પણ તેમના પુત્ર અરહાનની વાત આવે છે ત્યારે બંને એકસાથે મજબૂતીથી ઉભેલા જોવા મળે છે. મલાઇકા અરોરા અને અરબાઝ ખાન તેમના પુત્ર અરહાન ખાન સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. પુત્ર અરહાનને એરપોર્ટ પર છોડવા આવેલી મલાઇકા ઇમોશનલ જોવા મળી હતી. મલાઈકા અને અરબાઝે એરપોર્ટ પર દીકરા અરહાનને ગળે લગાવ્યો હતો.
પુત્ર અરહાનને ડ્રોપ કર્યા બાદ મલાઇકા અને અરબાઝ પોત પોતાની ગાડીઓ તરફ જવા માટે નીકળ્યા હતા. પરંતુ જતા પહેલા મલાઇકાએ ઇજ્જત અને દોસ્તી ભાવ સાથે અરબાઝ ખાનને ગળે લગાવ્યો હતો. તો અરબાઝ પણ પોતાની બાહો ફેલાવી મલાઇકાને ભેટી પડ્યો હતો. ત્યાર બાદ મલાઇકા પોતાની ગાડીમાં બેસી ગઇ અને અરબાઝ ખાન પણ આગળ જતા રહ્યા હતા. મલાઇકા અને અરબાઝની આ કેમેસ્ટ્રી જોઇને સોશ્યલ મીડિયા પર તેના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે.