આજકાલ બોલીવુડની ઘણી મોટી ફિલ્મોને લઇને જબરજસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. ઘણી ફિલ્મોનું શુટિંગ ચાલી રહ્યું છે તો કેટલીક રીલિઝ માટે તૈયાર છે. તેવામાં હાલમાં સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha Patel)ની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ગદર 2’ (Gadar 2) જબરજસ્ત ચર્ચામાં આવી ગઇ છે.
હાલમાં જ આ ફિલ્મથી ‘તારા સિંહ’ના રોલમાં સની દેઓલનો લુક રિવિલ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના પહેલા પોસ્ટર સાથે રિલીઝ ડેટનું એલાન પણ કરવામાં આવ્યું છે. આ પોસ્ટ પર બાદ ‘સકીના’ એટલે કે અમીષા પટેલનો ફર્સ્ટ લુક પણ લીક થઇ ગયો છે.
હકીકતમાં હાલમાં જ અમીષા પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તાબડતોબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં અમીષા ઓરેન્જ કલરની ચુનરી અને રેટ્રો હેરસ્ટાઇલમાં જોવા મળી રહી છે. અમીષા કેમેરા તરફ જોઇને હાઇ કરી રહી છે અને તેની પાછળ સની દેઓલ પણ બેઠેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં અમીષાને જોઇને લોકો કહી રહ્યાં છે કે 21 વર્ષ બાદ પણ અમીષાનો લુક બિલકુલ નથી બદલાયો અને તે એટલી જ ખૂબસૂરત લાગી રહી છે.
22 વર્ષ પછી, તારા સિંહ તેની લેડી લવ સકીના સાથે ‘ગદર 2’ (Gadar 2: The Katha Continues)સાથે મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં સની દેઓલ ફરી એકવાર એંગ્રી યંગ મેનના અવતારમાં જોવા મળી રહ્યો છે.
‘ગદર 2’નું પહેલુ પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે. જેમાં સની દેઓલ હાથમાં હથોડો લઇને ગુસ્સા વાળા લુકમાં જોવા મળી રહી છે. આ પોસ્ટર સાથે જૂનો ડાયલોગ પણ જોવા મળી રહ્યો છે, ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા ઔર ઝિંદાબાદ રહેગા’. ફિલ્મનું પોસ્ટર (Gadar 2 Poster) રિવિલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. જે દર્શાવે છે કે દર્શકો તારા સિંહ અને સકીનાને ફરી એકવાર સાથે જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ છે.
આ ફિલ્મ આ જ વર્ષે 11 ઓગસ્ટે રિલિઝ થશે. જણાવી દઇએ કે અનિલ શર્માની ફિલ્મ ‘ગદર: એક પ્રેમ કથા’ વર્ષ 2001માં રિલિઝ થઇ હતી. 22 વર્ષ બાદ આવી રહી છે ‘ગદર’ની સીક્વલ ‘ગદર 2’ 2001માં રીલીઝ થયેલી ફિલ્મ ‘ગદર : એક પ્રેમ કથા’ની સીક્વલ છે. જે 22 વર્ષ બાદ થિયેટર્સમાં આવી રહી છે. પહેલા પાર્ટની જેમ અનિલ શર્માએ બીજો પાર્ટ પણ ડાયરેક્ટ કર્યો છે. જ્યારે અમીષા પટેલ આ વખતે પણ ફિલ્મનો હિસ્સો હશે. ‘ગદર’માં સની દેઓલનો પાકિસ્તાનમાં હેડપંપ ઉખાડીને દુશ્મનો સામે લડવાનો સીન ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જેના પર આજે પણ મીમ બને છે.
તે 2001ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. ઘરેલૂ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનું કલેક્શન આશરે 76.88 કરોડ રૂપિયા હતુ. આ ફિલ્મ મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ. તે જ સમયે, હવે આ ફિલ્મનો બીજો ભાગ આવવાનો છે, જેને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. આ વીડિયો સામે આવ્યા બાદ #Gadar સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં જોવા મળી રહ્યું છે.