Finance Tips: હોમ લોન લેવી અથવા મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી શરૂ કરવી એ બંને વ્યક્તિગત નાણાકીય નિર્ણયો છે. જે વ્યક્તિગત જરૂરિયાતો પર આધારિત હોય છે. SIP દ્વારા, તમે નિયમિત સમયાંતરે નાની રકમ સાથે માસિક રોકાણ શરૂ કરી શકો છો. થોડા સમય પછી તે એકઠા થશે અને મોટી રકમમાં ફેરવાશે જે ભવિષ્યમાં તમારી જરૂરિયાતોને પૂરી કરશે. તેનાથી વિપરિત, જો તમે હોમ લોન લો છો તો તેના પોતાના ફાયદા છે. ઉદાહરણ તરીકે, તમારા સપનાના ઘરની ચૂકવણી કરવી, કર બચાવવા, તમારી ક્રેડિટ મર્યાદા વધારવી, સંપત્તિમાં વધારો કરવો અને ભાડા પર બચત કરવી.
જો નાણાકીય સલાહકારોનું માનીએ તો તમારે સામાન્ય રીતે વાર્ષિક ધોરણે તમારી SIPમાં ઓછામાં ઓછો 10% વધારો કરવો જોઈએ. તમારી SIP વધારીને, તમે માત્ર ઊંચા ફુગાવા સામે રક્ષણ જ નહીં, પરંતુ તમારા નિર્ધારિત નાણાકીય લક્ષ્યો તરફ પણ ઝડપથી આગળ વધી શકો છો. જો કે, આ બંનેને કેન્દ્રમાં રાખીને, આપણે જોશું કે આગામી કેટલાક મહિનામાં, જ્યારે તમારા પગારમાં વધારા સાથે નાણાંનો પ્રવાહ વધશે, ત્યારે આમાંથી શેમાં વધુ નાણાંનું રોકાણ કરવું ફાયદાકારક સાબિત થશે.
નિષ્ણાતો શું કહે છે
મિન્ટમાં પ્રકાશિત એક લેખમાં, ફિન્ટુના સ્થાપક CA મનીષ પી. હિંગર કહે છે કે, બંનેમાં રોકાણ વધારવાનો નિર્ણય વ્યક્તિગત છે, પરંતુ તેમ છતાં કેટલીક બાબતો પર વિચાર કરી શકાય છે. તેઓ એક ઉદાહરણ સાથે સમજાવે છે કે ધારો કે તમે 20 વર્ષ માટે 8.5% વ્યાજ પર રૂ.50 લાખની હોમ લોન લીધી છે, તો તમારૂ માસિક EMI રૂ.43,391 થશે અને તમે કુલ રૂ.54,13,897નું વ્યાજ ચૂકવશો. તમારી આવકમાં વાર્ષિક વધારાને અનુરૂપ, દર વર્ષે તમારી EMI માસિક 5% વધારવાનો વિચાર કરો, આ તમને વ્યાજ ખર્ચ પર ₹19.5 લાખ સુધીની બચત કરવામાં મદદ કરશે. તમારી લોનની મુદતમાં લગભગ 7.5 વર્ષનો ઘટાડો થશે. ઉપરાંત, આવકવેરાના નિયમો હેઠળ, તમે નાણાકીય વર્ષમાં ચૂકવેલ મૂળ રકમ પર કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની કર કપાતનો દાવો કરી શકો છો. ઉપરાંત, કલમ 24(b) હેઠળ, તમે વ્યાજની રકમ પર ₹2 લાખ સુધીની કપાતનો દાવો કરી શકો છો.
SIP ના લાભો
ધારો કે, તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 20 વર્ષ માટે દર મહિને 40,000 રૂપિયાની SIP શરૂ કરી છે. આના પર 12% ની CAGR ધારીને, તમે તમારી આવકમાં વાર્ષિક વધારા સાથે SIP માં રોકાણ 5% વધારવાનું નક્કી કરો છો.તો 20 વર્ષ પછી તમે ₹5,49,50,493 નું ફંડ ઉભું કરી શકશો. તેનો અર્થ એ કે તમે ₹1,58,71,658 ના રોકાણ પર સંભવિત રીતે ₹3,90,78,835 નો નફો કરી શકશો. જો તમે 5 ટકાનો વધારો નહીં કરો, તો આ નફો માત્ર ₹3,03,65,917 લાખ થશે. આનાથી તમારા કુલ નફામાં 87,12,918 રૂપિયાનું નુકસાન થશે. હવે તમે નક્કી કરી શકો છો કે તમારે તમારું રોકાણ ક્યાં વધારવું જોઈએ.