fbpx
Thursday, June 1, 2023

સુરત: જ્યુઝ લીકેજ થવાનું 14 તીવ્ર વિકાસની મોટ, ચાર્ચ

સુરત: શહેરનાં પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રાત્રીમાં પરિવાર નિંદર માણી રહ્યુ હતુ. તે દરમ્યાન એલપીજી ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયું હતુ. સવારે બીજો ભાઈ જગાડવા જતા તમામ બેભાન મળી આવ્યા હતા. જેમાં ચાર ગંભીર હાલતમાં છે જ્યારે એક કિશોરીનું મોત થયું છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામ ખાતે પરિવાર રાત્રી દરમ્યાન સૂતો હતો. તે સમયે ઘરમાં રહેલ એલપીજી સિલિન્ડર લીકેજ થયો હતો. તે દરમ્યાન ઘરમાં પાંચ લોકો સુતેલા હતા. જેમાં ત્રણ બાળકો અને તેમની માતા સૂતી હતી. જેમાં મોટા ભાઈની 14 વર્ષીય કિશોરી પણ સુવા આવી હતી. રાત્રિ દરમ્યાન રૂમના દરવાજા બંધ હાલતમાં હતા અને પરિવાર સૂતો હતો તે દરમ્યાન ગેસ લીકેજ થતા ઘરમાં સુતેલા પાંચ બેભાન થઈ ગયા હતા.

ઘરનો માહોલ

સવારે પાંચ વાગે મોટા ભાઈ તેમની દીકરીને જગાડવા ગયા હતા. પરંતુ ત્યાંનો દરવાજો ખુલ્યો ન હતો. જેથી દરવાજો તોડી પાંચ લોકોને બહાર કાઢ્વામાં આવ્યા હતા. ત્યાર બાદ સીધા સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં 14 વર્ષીય કિશોરીનું મોત થઈ જતા પરિવારમાં ગમગીની જોવા મળી હતી.

પરિવારે જણાવ્યુ હતુ કે, પોતાની દીકરી જીદ કરીને ત્યાં સુવા ગઈ હતી. જોકે સવારે તેમની દીકરીને મોત મળ્યું હતું. પરિવારની વ્હાલસોઇ દીકરીનું મોત થઈ જતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. હાલ પરિવારના ચાર લોકો હજુ સારવાર હેઠળ છે.

Related Articles

નવીનતમ