fbpx
Tuesday, May 30, 2023

સીઆરપીએફ ભરતી 2023: સીઆરપીએફમાં ધોરણ 12 પરીક્ષા માટે ગણતરી ભરતી, 1400 થી વધારે પદ પર થશે

CRPF Recruitment 2023 Vacancy: યુવાનો માટે કેન્દ્રીય સુરક્ષા દળમાં નોકરી કરવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ, એટલે કે, સીઆરપીએફે હેડ કોન્સ્ટેબલ તથા એએસઆઈની બંપર ભરતી બહાર પાડી છે.ત્યારે આવા સમયે જો આપ 12મું પાસ કરેલું છે, તો આજે જ ભરતી સંબંધિત તમામ જાણકારી ચેક કરી લો અને નિર્ધારિત તિથિ અનુસાર, પોતાનું ફોર્મ જમા કરાવી લો.

CRPF Recruitment 2023 Vacancy: આ પદ પર થશે ભરતી

જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર ભરતી પ્રક્રિયાના માધ્યમથી સીઆરપીએફમાં હેડ કોન્સ્ટેબલના 1315 તથા આસિસ્ટેંટ સબ ઈંસ્પેક્ટર સ્ટેનોના 143 પદ ભરવામાં આવશે.

CRPF Recruitment 2023 Application Form: ક્યાં કરશો અરજી

પદ પર અરજી કરવા માટે ઉમેદવારે સીઆરપીએફની સત્તાવાર વેબસાઈટ crpfindia.com પર જઈને પોતાનું ફોર્મ જમા કરાવાનું રહેશે. ધ્યાન આપશો કે ઓનલાાઈન અરજી પ્રક્રિયા 4 જાન્યુઆરીથી શરુ થઈ જશે. તો વળી અરજી કરવાની અંતિમ તિથિ 25 જાન્યુઆરી સુધી રહેશે.

CRPF Recruitment 2023 Eligibility:કોણ કરી શકશે અરજી

હેડ કોન્સ્ટેબલ પદ માટે 12મું ધોરણ પાસની સાથે 30 શબ્દ પ્રતિ મિનિટ હિન્દી ટાઈપિંગ તથા 35 શબ્દો પ્રતિ મિનિટ ઈંગ્લિશ ટાઈપિંગ સ્પિડ રાખનારા ઉમેદવારો અરજી કરી શકશે. તો વળી એએસઆઈ સ્ટેનો પદ માટે 12મું પાસની સાથે નિર્ધારિત ટાઈપીંગ સ્પિડની યોગ્યતા ધારક ઉમેદવારો અરજી કરી શકશે. તો વળી ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહત્તમ ઉંમર મર્યાદામાં અનામતના નિયમાનુસાર છૂટ પણ આપવામાં આવશે.

Related Articles

નવીનતમ