લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શું તમે જાણો છો દૂધથી તમે વાળને સિલ્કી અને શાઇની કરી શકો છો? આજનાં આ સમયમાં અનેક લોકો વાળને લગતી સમસ્યાઓથી કંટાળી જતા હોય છે. વાળ ખરવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમે વાળની પ્રોપર રીતે કેર કરતા નથી તો અનેક ઘણાં પ્રોબ્લેમ્સ થાય છે. જે રીતે દૂધ હેલ્થ માટે ફાયદાકારક છે એવી જ રીતે વાળ માટે પણ ગુણકારી છે. સ્કિન અને વાળની દેખરેખમાં તમે દૂધનો ઉપયોગ કરો છો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે.
દૂધ તમારા વાળને નેચરલી રીતે પોષણ આપવાનું કામ કરે છે. દૂધની વાળનો ગ્રોથ પણ મસ્ત વઘે છે. કાચુ દૂધ વાળમાં લગાવવાથી સ્કેલ્પમાં બ્લેક પિગમેન્ટ સેલ્સની ઉણપ થતી નથી જેના કારણે વાળ જલદી સફેદ થતા નથી. તો આ રીતે તમે પણ વાળમાં કાચા દૂધનો ઉપયોગ કરો.
ડ્રાયનેસ દૂર કરવા માટે
વાળની ડ્રાયનેસને દૂર કરવા માટે તમે હેરમાં કાચુ દૂધ એપ્લાય કરો છો તો બેસ્ટ રિઝલ્ટ મળે છે. આ માટે તમે એક બાઉલમાં કાચુ દૂધ લો અને સ્કેલ્પથી વાળમાં એન્ડ્સ સુધી લગાવો. ત્યારબાદ અડધો કલાક રહીને શેમ્પૂથી હેર વોશ કરી લો. આ ઉપાય તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર કરવાનો રહેશે. આ ઉપાયથી તમારા વાળ સિલ્કી થાય છે અને સાથે ગ્રોથ પણ મસ્ત વધે છે.
કન્ડિશનરમાં દૂધ મિક્સ કરો
વાળને સિલ્કી કરવા માટે તમે કન્ડિશનરમાં દૂધ મિક્સ કરો. આ દૂધ તમારે કાચુ મિક્સ કરવાનું રહેશે. આ માટે તમે કન્ડિશનર લો અને એમાં દૂધ મિક્સ કરો. પચી આ મિશ્રણને વાળમાં લગાવો અને 3 મિનિટ પછી હેર વોશ કરી લો. આ ટાઇપનું કન્ડિશનર કરવાથી વાળ સિલ્કી થાય છે અને સાથે-સાથે શાઇની સાથે થાય છે.
મધ સાથે કાચુ દૂધ મિક્સ કરો
મધ અને કાચુ દૂધનું મિક્સતર વાળ માટે બેસ્ટ મોઇસ્યુરાઝિંગ એજન્ટ સાબિત થઇ શકે છે. આ માટે તમે મધમાં દૂધ મિક્સ કરો અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધો કલાક માટે રહેવા દો. પછી હેર વોશ કરી લો.