fbpx
Thursday, June 1, 2023

રવીના ટંડન: દક્ષિણ રવિના ટંડન પદ શ્રી સત્ય પર નથી, વિશ્વાસ, આ મહિલા સમર્પિત લોકલ

નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા 74માં પ્રજાસત્તાક દિન પહેલા 25 જાન્યુઆરીએ આ વર્ષના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત પ્રમાણે બોલીવુડની અભિનેત્રી રવિના ટંડન એક માત્ર એવી અભિનેત્રી છે જેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. રવિના ટંડન ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારના 106 પ્રાપ્તકર્તાઓમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે, રવિના ટંડનને સાહિત્યના ક્ષેત્રમાં તેમના વિશેષ યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવશે. ત્યારે મહત્વની વાત એ છે કે, અભિનેત્રી રવિના ટંડને આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે આ પદ્મશ્રી એવોર્ડ તેના સ્વર્ગસ્થ પિતા રવિ ટંડનને સમર્પિત કર્યો.

રવિનાએ એવોર્ડ તેના પિતા રવિ ટંડનને સમર્પિત કર્યો

અભિનેત્રી રવિના ટંડને પદ્મશ્રી એવોર્ડ તેના સ્વર્ગસ્થ પિતા રવિ ટંડનને સમર્પિત કર્યો હતો. રવિના ટંડને એક ઈન્ટરવ્યુમાં ગઈકાલે સાંજે એવોર્ડની જાહેરાત પર તેની પ્રતિક્રિયા શેર કરી અને કહ્યું હતું કે, ‘આ એવોર્ડ મેળવવા માટે હું ખૂબ જ સન્માનિત અને આભારી છું. ખરેખર દરેક લોકોનો આભાર માનું છું. તેમના પ્રેમને કારણે જ હું આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી છું. તેમણે મને તક આપી છે. એક તક… મારા માટે પુરસ્કારોનું વર્ષ રહ્યું છે, પરંતુ મને ખરેખર આની અપેક્ષા નહોતી. મને ખબર નથી કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી.’

એવોર્ડમાં રવિનાનું નામ ‘રવિના રવિ ટંડન’

બોલીવુડની અભિનેત્રી રવિના ટંડન વધુમાં કહ્યુ હતું કે, ‘હું તે બધા લોકોનો આભાર માનું છું જેમણે મને સિનેમાની આર્ટ અને ક્રાફ્ટની આ સફરમાં માર્ગદર્શન આપ્યું છે – તે બધાનો જેમણે મને આ બધામાં સાથ આપ્યો છે. હું આનો શ્રેય મારા પિતા- રવિ ટંડનને આપું છું.’ તમરા જાણકારી માટે જણાવી દઈએ કે, આ એવોર્ડમાં રવિના ટંડનનું નામ ‘રવિના રવિ ટંડન’ હતું, જે તેને અભિનેત્રી માટે વધુ ખાસ બનાવે છે.

17 વર્ષની ઉંમરથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી

ઉલ્લેખનીય છે કે, રવિના ટંડને માત્ર 17 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.અને ત્યારથી લઈને આજ દિન સુધી ક્યારેય પાછળ વળીને જોયું નથી. રવિનાએ 1991માં 17 વર્ષની ઉંમરે ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. રવિના ટંડન છેલ્લે દક્ષિણ ભારતીય બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’માં કામ કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.

Related Articles

નવીનતમ