આપણા દેશમાં લોકો સવારે ઉઠીને સૌથી પહેલા ચાને યાદ કરે છે. કદાચ જ કોઈ એવું ઘર હશે જ્યાં ચા ન બનતી હોય. મોટાભાગના લોકો દૂધ વાળી ચા પીવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો અન્ય ફ્લેવરની ચા પીવે છે. ત્યારે આપણા દેશમાં એક એવી જગ્યા છે જ્યાં ચોખાની ચાથી પોતાના દિવસની શરૂઆત કરે છે.
ચોખાની ચા બનાવવાની રીત પણ થોડી અલગ હોય છે. એને ખાંડ, મીઠું અને ગોળ કોઈ પણ સાથે બનાવી શકે છે. રાંચીના ફિલ્ડ એન્ડ ફોરેસ્ટ કેફેના સંચાલક કપિલ જણાવે છે કે આ ચા રાંચીમાં ખુબ ફેમસ છે, એમાં લાલ ચોખાનો પ્રયોગ થાય છે. આ ચાની સૌથી ખાસ વાત એ છે કે આનાથી પેટની ઘણી બીમારીઓ સારી થઇ જાય છે, અહીં આ આદિવાસીઓમાં સૌથી પ્રિય છે.
કેવી રીતે બને છે ચોખાની ચા
કપિલ જણાવે છે કે ચોખાની ચા બનાવવા માટે પહેલા થોડા ચોખા તપેલીમાં લઇ કાળા અથવા લાલ ન થાય ત્યાં સુધી શેકો, પછી એમાં 2 અથવા 3 કપ પાણી નાખો અને ઉકાળો. લાલ ચોખા આપણા માટે ચા પત્તીનું કામ કરે છે, ત્યાર પછી, તજપત્તા અને ગોળ નાખી બે મિનિટ સુધી રહેવા દો અને ચા બનીને તૈયાર…
ચોખાની ચાના ફાયદા
કપિલ જણાવે છે કે ચોખાની ચાના અનેક ફાયદા છે. ચોખામાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ ફોસ્ફોરસ, કેલ્શિયમ, વિટામિન બી12, સી જેવા ઘણા મિનરલ જોવા મળે છે જે મનુષ્યની કોશિકાઓને સાફ તેમજ હાડકાને મજબૂત બનાવે છે. સાથે જ એનાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે, એમાં મીઠું નાખી સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ માટે રામબાણ છે. પેટના કીડાથી લઇ કબ્જ જેવી અનેક સમસ્યાનો એક ઉપાય છે ચોખાની ચા.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.