નવસારી: ચીખલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ચીખલી પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. બે લોકોને ગંભીર ઈજા થતા સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે હાજર થયો છે. હાલ ચીખલી પોલીસે વધુ તપાસ કરીને હાથ ધરી છે.
આ ગોઝારા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, પોલીસનાં આવ્યાં બાદ ટ્રાફિકને હળવો કરવામાં આવ્યો હતો.
ગંભીર ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડ્યા છે. નવસારી ડીવાયએસપી સહિતનો કાફલો સ્ટાફ ઘટના સ્થળે હાજર છે. તેમજ ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.