fbpx
Saturday, June 3, 2023

મુખ્યમંત્રીને પુછ્યું તો કહ્યું કોણ છે શાહરુખ ખાન? પૂછ્યાં પછી CMનો દાવો- અડધી રાતે એક્ટરનો આવ્યો હતો ફોન

મુંબઈ. ફિલ્મ પઠાણના સુપરસ્ટાર શાહરૂખ ખાને વધી રહેલા વિરોધને જોઈને મોડી રાત્રે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને ફોન કર્યો હતો. આ કોલ શાહરૂખ ખાન તરફથી આવ્યો છે જ્યારે મુખ્યમંત્રીએ એક દિવસ પહેલા ફિલ્મને લઈને નિવેદન જારી કર્યું હતું.

મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ નિવેદનમાં ફિલ્મ પઠાનને જોવાની મનાઈ કરી હતી. તેમણે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે-કોણ છે શાહરૂખ ખાન? હું ફિલ્મ કે તેમના વિશે નથી જાણતો. હવે શાહરૂખ ખાને મુખ્યમંત્રીને ફોન કરીને ચાલી રહેલા હિંસક વિરોધને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

વાસ્તવમાં, બજરંગ દળે પણ દીપિકા પાદુકોણના બિકીનીના રંગને લઈને નારાજગી વ્યક્ત કરી છે. આસામના ઘણા શહેરોમાં ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આને લઈને મીડિયાકર્મીઓએ બજરંગ દળના કાર્યકર્તાઓના હિંસક વિરોધ પર સવાલ ઉઠાવ્યા હતા. શુક્રવારે ગુવાહાટીના નારેંગીમાં એક સિનેમાહોલમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. આ દરમિયાન શાહરૂખ ખાનનું એક પોસ્ટર સળગાવવામાં આવ્યું હતું.

હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું, “બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાને મને રાત્રે 2 વાગ્યે ફોન કર્યો અને અમે વાત કરી. તેમણે ગુવાહાટીમાં તેમની ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન બનેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અમે તેમને ખાતરી આપી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. અમે તેની તપાસ કરીશું અને સુનિશ્ચિત કરીશું કે આવી ઘટનાઓ ન બને.”

આ ટ્વીટને કારણે સરમા હવે ટ્રોલના નિશાના પર આવી ગયા છે. આટલું જ નહીં, ફિલ્મ ક્રિટિક અને બોલિવૂડ એક્ટર કમલ આર ખાને પણ આ ટ્વીટ પછી સરમાના ‘શાહરુખ ખાન કૌન હૈ?’ પર ટિપ્પણી કરી હતી. આ નિવેદન પર સવાલો ઉભા થયા છે.

ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કેઆરકેએ લખ્યું- ‘પરંતુ સર, ગઈકાલે તમે કહ્યું હતું કે તમે નથી જાણતા કે શાહરૂખ ખાન કોણ છે. મતલબ કે આ બધું માત્ર ધ્યાન માટે હતું. અન્ય એક યુઝરે લખ્યું- ‘આટલી ઝડપથી ખબર પડી ગઈ કે ટ્વીટ કરવું પડ્યું.’ અન્ય યુઝરે લખ્યું- ‘સર, સલમાન ખાને પણ તમને ‘ hi’ કહ્યું છે.’

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ