કેલિફોર્નિયા. અમેરિકાના કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં લૂનર ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન અંધાધૂધ ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકોને ગોળી વાગી હતી. રિપોર્ટના અનુસાર, કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ફાયરિંગની ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. અમેરિકન મીડિયામાં આવી રહેલા સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે લોસ એન્જલસ નજીક મોન્ટેરી પાર્કમાં આ ઘટના બની છે.ચીની ન્યુ યરની દરમિયાન હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. ત્યારે જ આ ફાયરિંગની ઘટના શરૂ થઈ.
માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારની ઘેરાબંધી કરી લીધી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
🚨#BREAKING: Mass shooting with reports of multiple victims Dead
— R A W S A L E R T S (@rawsalerts) January 22, 2023
⁰📌#MontereyPark | #CA
Currently multiple authorities are responding to a mass shooting in Monterey Park with reports of 16 people have been shot with unconfirmed reports 10 fatalities this is still developing pic.twitter.com/4XUwRwaibf
કેટલાક અહેવાલો અનુસાર ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને 16 લોકો ઘાયલ થયા છે. જોકે પોલીસે આ અંગે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જો કે રંગભેદના કારણે આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. અમેરિકન મીડિયાએ સૂત્રાના હવાલે કહ્યું છે કે, મોન્ટેરી પાર્કમાં ચીની નવા વર્ષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકન સમય અનુસાર રાત્રે લગભગ 10 વાગ્યે ધડાધડ ફાયરિંગ થયું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
ઉલ્લેખનીય છે કે, બે દિવસનો ફેસ્ટિવલ ચાલી રહ્યો હતો. પોલીસના અનુસાર, , ઘટના સમયે હજારો લોકો હાજર હતા. મોન્ટેરી પાર્ક એ લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલું એક શહેર છે, જે ડાઉનટાઉન લોસ એન્જલસથી આશરે 7 માઈલ (11 કિમી) દૂર છે.
5 દિવસ પહેલા પણ ફાયરિંગ થયું હતું
જણાવી દઈએ કે આ પહેલા સોમવારે પણ કેલિફોર્નિયાના ગોશેનમાં એક ઘરમાં ગોળીબાર થયો હતો. જેમાં 17 વર્ષની માતા અને છ મહિનાના બાળક સહિત છ લોકોના મોત થયા હતા. પોલીસે તેને ટાર્ગેટ કિલિંગ ગણાવી છે. તુલારે કાઉન્ટી શેરિફ માઈક બૌડ્રેક્સે જણાવ્યું હતું કે હાર્વેસ્ટ રોડના 6800 બ્લોકમાં છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે હિંસા નહોતી, પરંતુ ટાર્ગેટ કિલિંગ હતું
નવેમ્બરમાં ફિલાડેલ્ફિયામાં ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા
ગયા વર્ષે નવેમ્બર 2022 માં, યુએસએના ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં અંધાધૂધ ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા. લોકોએ આ ઘટનાનો વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પહેલા અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગોળીબારની ઘટનામાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃતકોમાં એક ઑફ ડ્યુટી પોલીસ અધિકારી પણ છે. આ ઘટના નોર્થ કેરોલિનાની છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.