Dhruvik gondaliya Bhavngar : ભાવનગર જિલ્લા શાખા દ્વારા ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી વિનામૂલ્યે એલ્ડર્લી હોમ કેર આસિસ્ટન્ટ કોર્સ બે માસની સમય મર્યાદા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે. તેમાં ધોરણ 10 પાસ /નાપાસ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. આ અભ્યાસક્રમનો સમયગાળો બે માસનો રહેશે જે નિયમિત રીતે હાજર રહી શકે તે જોડાઈ શકશે. તેમજ દરેક વિદ્યાર્થીને તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
આ કોર્સમાં જોડાવા માટે પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ ફરજિયાત જમા કરાવવાનું રહેશે. આ કોર્સમાં જોડાવા માટે 18 વર્ષથી 45 વર્ષ સુધીની ઉંમર હોવી ફરજીયાત છે . આપણે આ તાલીમનો લાભ ભાઈઓ તથા બહેનો બંને લઈ શકશે.
દરેક તાલીમાર્થીને સ્ટાઈપેન્ડ પેટે અમુક રકમ ચૂકવવામાં આવશે. આ તાલીમ મેળવી તાલીમાર્થી સારા હોમ કેર ટેકર બની બીમાર વ્યક્તિની સાર સંભાળ અર્થે જઈને બેરોજગારી દૂર કરી રોજગારીની તક મળી રહે તે ઉદ્દેશથી શરૂ કરવામાં આવી રહ્યો છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.