Mustufa Lakdawala,Rajkot : રાજકોટમાં આગામી 5 ફેબ્રુઆરીએ સાયકલોફનનું આયોજન કરવામાં આવ્યું છે. આસાયકલોફનમાં રાજકોટની 500થી વધુ શાળા ભાગ લેશે.જેમાં ધોરણ 5થી 12 ના વિદ્યાર્થીઓ ભાગ લેશે.એટલે જે પણવિદ્યાર્થીઓને સાયકલ ચલાવવાનો શોખ છે. તેઓ આ રેસમાં ભાગ લઈ શકે છે.
તમને જણાવી દયે કે સાયકલીસ્ટોની અત્યંત પ્રિય એવી સાયકલોફન છેલ્લા 2 વર્ષથી ‘વર્ચ્યુઅલી’ જ યોજાઈ હતી. પણ 2 વર્ષબાદ હવે રેસનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ વર્ષે રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન, રાજકોટ મહાપાલિકા અનેરાજકોટ સાયકલ ક્લબની સાથે શહેરની 500 જેટલી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા મળીને આગામી 5 ફેબ્રુઆરીએ રાજકોટમાં સાયક્લોફન યોજવામાં આવી રહી છે.
આ આયોજનમાં આ વર્ષે પહેલીવાર સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ એસોસિએશન પણ જોડાયું છે.જે અંતર્ગત શહેરની 500થી વધુશાળાઓ તેમાં જોડાઈ છે. આ સાયક્લોફનમાં 5 કિલોમીટર અને 20 કિલોમીટરની સાયકલરાઈડ યોજવામાં આવશે.
સાયકલોફનના આયોજકોએ જણાવ્યું હતું કે આ વખતે સાયક્લોફનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પહેલીવાર સાયકલિંગ કરનારા સાયકલીસ્ટ અને બાળકોને સાયકલ પ્રત્યે વધુમાં વધુ કેમ વાળી શકાય તેના પર વધુ મહત્વ આપવામાંઆવશે.
આ ‘સાયકલોફન’ યોજવાનો હેતુ એ છે કે સાઈક્લિંગ જેવા નોનમોટરાઈઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછુંકરવામાં સહયોગી બને.સાયક્લોફનમાં ભાગ લેવા માટે રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના લોકો પણ ભાગ લઈ રહ્યાં છે.
જાણો કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું?
રાજકોટમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી સાયકલોફનમાં ભાગ લેવા માંગતાં સાયકલીસ્ટો www.cyclofun.org ઉપર પોતાનુંરજિસ્ટ્રેશન કરાવી શકશે. આ સાથે જ વધુ વિગતો માટે તેઓ 7405513468 પર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકે છે.તમનેજણાવી દયે કે આ સાયક્લોફનમાં 18 વર્ષથી ઉપરના લોકો ભાગ લઈ શકશે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.