Mehali Tailor, Surat; શહેરમાં વધતા જતા પ્રદૂષણની સાથે હવે એક નવું પ્રદૂષણ ઊભું થયું છે અને એ છે વપરાયેલા સેનેટરી પેડ્સનું પ્રદૂષણ. યુવતીઓ વપરાયેલા પેડ્સનો ઉપયોગ કરીને તેને ગમે ત્યાં નાખી દે છે જેને લઈને ઘણા સમય બધા પ્રદૂષણ ફેલાઈ રહ્યા છે, અને ડમ્પ યાર્ડમાં કામ કરતાં લોકોને પણ જીવલાણ બીમારીઓ ફેલાઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને સુરતના કર્તવ્ય ચાર ટેબલ ટ્રસ્ટ દ્વારા સેનેટરી પેડ તથા ડાયપરના નિકાલ વિશે જાગૃતિ ફેલાઈ અને પર્યાવરણ પ્રત્યે તેમને જવાબદારીનું લોકોને ભાન થાય તે માટે અનેક અભ્યાનો ચલાવવામાં આવે છે.
કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સેનેટરી પેડના નિકાલ માટે એક મશીન બનાવવામાં આવ્યું છે તે બાબતે જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ સ્કૂલોમાં જઈ વિદ્યાર્થીઓને આ બાબતે સ્વચ્છતા અંગેના સેમિનાર યોજી સેમિનારમાં સેનેટરી વેસ્ટના નિકાલની પરફેક્ટ ટેકનિક વિશે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
સેનેટરી પેડ તથા ડાયપરના નિકાલ વિશે વિદ્યાર્થીનીઑમાં આરોગ્ય જાગૃતિ કેળવવી અને તેઓને આપણી પૃથ્વી માતાના સંરક્ષણ પ્રત્યેની તેમની જવાબદારીઓનું ભાન કરાવી માર્ગદર્શન આપીને શિક્ષિત કરવા. પર્યાવરણ મા વપરાયેલ સેનિટરી પેડ્સને વિઘટન કરવાનો શ્રેષ્ઠ અને સલામત રસ્તો અપનાવો. પૃથ્વી માતાને ઓછામાં ઓછા નુકસાન સાથે યોગ્ય કચરાના વિઘટનની પદ્ધતિને અનુસરવું. આ બધા ઉદ્દેશ્ય, કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ નિ:સ્વાર્થ ભાવે જાગૃતતા અભિયાન દ્વારા દેશવાસીઓ સુધી પહોંચાડે છે. સંસ્કાર કુંજ શાળામાં સેનીટરી નેપકીનના નીકાલ માટે સચોટ ઉપાયો ઉપર જાગૃતતા અભિયાનનું પ્રભાવશાળી આયોજન કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધીમાં લગભગ 50,000 મહિલાઓમાં સેમિનારનું આયોજન કર્યું
આ ટ્રસ્ટે અત્યાર સુધીમાં લગભગ 50,000 મહિલાઓમાં સેમિનારનું આયોજન કર્યું અને સમૂહ ચર્ચાઓ કરીને જાગૃતિ ફેલાવી છે. ટ્રસ્ટ સોશિયલ મીડિયા, લાઈવ ચર્ચાઓ અને અન્ય પ્લેટફોર્મ દ્વારા પણ આ અંગે જાગૃતિ ફેલાવી રહ્યું છે.
ટ્રસ્ટ વ્યક્તિઓ અને સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, ઓફિસો, આશ્રય ગૃહો, છોકરીઓ માટેના અનાથાશ્રમ વગેરેને સબસિડી અથવા ડિસ્કાઉન્ટેડ કિંમતે ઇન્સિનેટર ખરીદવા અને ઇન્સ્ટોલ કરવામાં મદદ કરે છે. ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને *ઝીરો સેનિટરી વેસ્ટ નેશન* બનાવવાનો છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.