અમદાવાદ: રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર પર અનેક અકસ્માતો સર્જાયા છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 11 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો પતંગ ચગાવતાં ધાબા પરથી નીચે પડકાયા હતા. ઉપરાંત 130થી વધુ લોકોને દોરીને લીધે ઇજા પહોંચી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 59 કેસ દોરીથી ઇજા પહોંચવાના સામે આવ્યા હતા.
બે દિવસ દરમિયાન 1281 માર્ગ અકસ્માતના કેસ
રાજ્યમાં બે દિવસ દરમિયાન 1281 માર્ગ અકસ્માતના કેસ સામે આવ્યા હતા. ઉત્તરાયણની વાત કરીએ તો, 108ને પતંગની દોરથી ઇજાના 92, પતંગ ચગાવતા પટકાવાના 34, માર્ગ અકસ્માતના 820, પડી જવાના 368, મારામારીના 343 કેસ મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે કુલ 1657 ઘટના બની હતી. વાસી ઉત્તરાયણના દિવસે સાંજ સુધી 817 ઇમરજન્સી કેસ સામે આવ્યા હતા. ખાસ કરીને સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ ઇમરજન્સી ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ મારમારીના સામે આવ્યા હતા.
અમદાવાદ સિવિલમાં કેટલા કેસ?
અમદાવાદની વાત કરીએ તો, આ બે દિવસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 40થી વધુ કેસ દાખલ છે. સોલા સિવિલમાં 31 અને અસારવા સિવિલમાં 11 કેસનો સમાવેશ થાય છે. અસારવા સિવિલમાં પડી જવાના 8 કેસ, પતંગ ચગાવતા ઇજાના 6 કેસ નોંધાયા હતા. જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે 4 કેસ પડી જવાના, 20ને પતંગ ચગાવતા ઇજાના કેસ નોંધાયા હતા. આમ બે દિવસ દરમિયાન કુલ 59 કેસ નોંધાયા હતા.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.