અમદાવાદ: વી.એસ હોસ્પિટલમા સુપ્રિટેન્ડેન્ટ ડો. મનિષ પટેલ દ્વારા ડ્રાફ્ટ રજૂ કરતા જણાવ્યુ હતું કે, બજેટની વાત કરીએ તો પગાર પેન્શન, ગ્રેજ્યુએટી, આઉટ સોરસિંગ વગેરે પાછળ રૂપિયા 182 કરોડ, જ્યારે પેથોલોજી વિભાગમાં અદ્યતન સાધનો ખરીદવા પાછળ રૂપિયા 28 લાખ અને માઇક્રોબાયોલોજી વિભાગમાં લેબોરેટરીના સાધનો જેમાં એલીસા મેથડથી ડેન્ગ્યુ, ચિકનગુનિયાના ટેસ્ટ કરવામાં આવે છે. જેની સચોટ કામગીરી માટે રૂપિયા 4 લાખ ખર્ચ થશે. વી.એસ. હોસ્પિટલની રૂપિયા 2.75 કરોડની આવક થશે અને રૂપિયા 2 કરોડ રાજય સરકારની ગ્રાન્ટ મળશે. જ્યારે બાકીના રૂપિયા 178 કરોડની કોર્પોરેશન લોન આપશે.
DNBનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો
વધુમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. મનિષ પટેલે જણાવ્યું હતું કે, ‘આ સાથે હોસ્પિટલમાં ડીએનબી એટલે કે ડિપ્લોમા ઓફ નેશનલ બોર્ડનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. dnbની વિવિધ બાર બ્રાન્ચમાં એમ.બી.બી.એસની ડિગ્રી ધરાવતા ડોક્ટરો વિદ્યાર્થી તરીકે ઉચ્ચ અભ્યાસ કરવા માટે એડમિશન મેળવી શકશે. આ કોર્ષમાં વિધાર્થીઓને National Board of Examinationની ગાઇડ લાઇન અનુસાર પ્રથમ વર્ષ, દ્વિતિય વર્ષ અને ત્રીજા વર્ષના બોર્ડના નક્કી થયેલ નીતિ નિયમ મુજબ વી.એસ. હોસ્પિટલ દ્વારા સ્ટાઇપેન્ડ ચુકવવાનું થશે. આશરે કુલ 35 થી 50 વિદ્યાર્થીઓ વિવિધ બ્રાન્ચમાં એડમીશન મેળવશે.’
ડિસેમ્બરમાં માત્ર 21,000 ઓપીડી દર્દી હતા
શુક્રવારે મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ એટલે કે મેટની મીટીગ મળી હતી. જેમાં એસ વી.પી હોસ્પિટલમાં આવતા ઓછા દર્દી અને હોસ્પિટલ સંચાલન માટે મોટા પાયે થતાં ખર્ચની ચર્ચા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો રોજની માત્ર 700 ઓપીડી આવે છે. ડિસેમ્બરની વાત કરીએ તો મહિનામાં કુલ 21,000 ઓપીડી દર્દી હતા. જ્યારે 1800થી 2000 ઇન્દોર દર્દી હતા. હોસ્પિટલ સંચાલન પાછળ મોટો ખર્ચ થાય છે અને તેની સામે આવક ઓછી થતા કોર્પોરેશન દ્વારા દર મહિને અંદાજિત 17 કરોડની આર્થિક મદદ કરાઈ રહી છે. આમ એસ.વી.પીનું સંચાલન ધોળો હાથી સાબિત થઈ રહ્યું છે ત્યારે આ અંગે શું કરવું તે તંત્ર વિચારી રહ્યું છે.
હેલિપેડ સોભાના ગાંઠીયા સમાન
બીજી મહત્વની બાબતે છે કે. હોસ્પિટલમાં હેલિપેડ બનાવી દેવામાં આવ્યું છે પણ તેનો ઉપયોગ હજુ કરાયો ન હોવાને કારણે તે સોભાંનાં ગાંઠીયા સમાન સાબિત થયું છે. મ્યુ.કોર્પોના મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ.વી.પી. હોસ્પિટલ સને 2019માં 873 જનરલ બેડસ અને 427 આઇ.સી.યુ.બેડ મળી કુલ 1500 બેડની સુવિધા સાથે મલ્ટી સ્પેશીયાલીટીફેકલ્ટી સાથે શરૂ કરવામાં આવી તેની પાછળ અંદાજે 750 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 18 માળની મલ્ટી સ્ટોરીડ હોસ્પિટલમાં 873 જનરલ બેડસ અને 427 આઇ.સી.યુ.બેડ મળી કુલ 1500 બેડની સુવિધા છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.