Tuesday, October 3, 2023

રવિવાર, 15 જાન્યુઆરી 2023 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે કોઇપણ નિર્ણય લેવો હોય તો અન્યની સલાહની અપેક્ષાએ તમારા મનના અવાજ ઉપર વધારે ભરોસો કરો, તેનાથી તમારા કાર્ય પૂર્ણ થશે. જો તમે તમારા વ્યવસાયિક સ્થળ પાસે ઘર સંબંધિત પ્રોપર્ટી જોઇ રહ્યા છો, તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. આ પ્રોપર્ટી તમારા માટે ફળદાયી રહેશે.

નેગેટિવઃ- પરિવારમાં કોઇ વાતને લઇને તણાવજનક સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ- પતિ-પત્નાના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- વાસી ભોજન કરશો નહીં.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ઘરની દેખરેખ અને રિનોવેશન સંબંધિત યોજનાઓ બનશે. તેના કારણે ખર્ચ વધારે રહેશે. આધ્યાત્મ અને ધર્મ-કર્મ સંબંધિત કાર્યોમાં પણ તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે પાડોસીઓ સાથે કોઇ વાતને લઇને વાદ-વિવાદ વધી શકે છે. પોલીસ સંબંધિત કાર્યવાહી પણ થવાની આશંકા છે.

વ્યવસાયઃ- નોકરીમાં કોઇ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું દબાણ રહી શકે છે.

લવઃ- જીવનસાથી વ્યસ્ત હોવાના કારણે તમારું ઘરની વ્યવસ્થા જાળવી રાખવામાં સહયોગ રહેશે

સ્વાસ્થ્યઃ- કોઇ કારણ વિના તણાવ હાવી થઇ શકે છે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- યોજનાબદ્ધ રીતે કાર્યો સંપન્ન કરશો તો તમને સફળતા પ્રાપ્ત થશે. તમારું ઘરનું વાતાવરણ આનંદદાયી રહેશે તથા ઘરની સુખ-સુવિધાઓ અંગે વધારે ધ્યાન રાખશો તો વાતાવરણ તણાવમુક્ત રહેશે.

નેગેટિવઃ- ક્યારેક અન્યની વાતો ઉપર વધારે વિશ્વાસ કરી લેવો તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપના વ્યવસાયમાં ગેરસમજના કારણે કોઇ પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ વધારે મધુર થશે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શનની સમસ્યા રહી શકે છે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સ્વભાવમાં ભાવુકતા તથા અન્ય પ્રત્યે સહાનુભૂતિ રાખવી તમારો વિશેષ ગુણ છે. આજે પારિવારિક સુખ-સુવિધાઓને લઇને ખર્ચ કરી શકશો. ધાર્મિક સ્થાનમાં પણ સેવા સંબંધિત યોગદાન રહેશે.

નેગેટિવઃ- આ સમયે કર્ક રાશિના લોકોએ ધૈર્ય જાળવીને રાખવું જોઇએ. ગુસ્સાના કારણે પરિવારનું વાતાવરણ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે જે નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સિંહ રાશિના લોકો માટે આત્મ સન્માન પહેલી પ્રાથમિકતા રહે છે. આજે તમારા સ્વભાવમાં ખૂબ જ વધારે ભાવુકતા રહેશે. આજે અન્ય પ્રત્યે સહયોગ અને મદદ કરવી તમારા માન-સન્માનને વધારી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમારા બનતાં કાર્યોમાં વિઘ્ન પેદા કરી શકે છે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમે દરેક નીતિ અપનાવીને તમારું કામ કઢાવી શકશો.

લવઃ- પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને પેટ ખરાબ રહેવાની સંભાવના છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓમાં વ્યતીત થશે. કોઇ યાત્રાનો પણ પ્રોગ્રામ બની શકે છે. આજે પૂર્ણ ઊર્જા સાથે તમારા કાર્યોને સંપન્ન કરો.

નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી તરફથી અશુભ સૂચના મળવાથી પરિવારમાં નિરાશાનું વાતાવરણ રહેશે. યુવા વર્ગ પોતાના કરિયરને લઇને ગંભીર રહે.

વ્યવસાયઃ- તમારી વ્યવસાયિક ગતિવિધિઓ અંગે કોઇના સમક્ષ તમારી યોજના જાહેર કરશો નહીં.

લવઃ- તમારા વ્યસ્ત હોવાના કારણે જીવનસાથીનો પરિવારમાં પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- પીઠમાં દુખાવો રહી શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- થોડાં સમયથી તમે તમારા વ્યક્તિત્વ અને ભવિષ્ય સંબંધિત વિકાસ માટે જે પ્રયાસ કરી રહ્યા છો તેમાં તમને સફળતા મળી શકે છે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તેનો ભરપૂર લાભ ઉઠાવો અને સન્માન કરો.

નેગેટિવઃ- કોઇ-કોઇ સમયે તમે તમારા ઘરના વરિષ્ઠ વ્યક્તિઓની સલાહની અવગણના કરી દો છો, તે યોગ્ય નથી.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ, મીડિયા અને માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં સમય ફાયદાકારક રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક સ્થિતિઓ તરફ વધારે રહેશે. ઘરના વડીલો દ્વારા પણ તમને આશીર્વાદ અને કોઇ મૂલ્યવાન ભેટ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- અન્ય લોકોની સમસ્યામાં પડવાથી તમારા માટે પણ પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- સરકારી સેવાનું કામ કરતાં વ્યક્તિઓ માટે ટ્રાન્સફરના યોગ બની રહ્યા છે.

લવઃ- લગ્ન જીવન મધુર જાળવી રાખવું તમારું દાયિત્વ છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમારો ગુપ્ત વિદ્યાઓ પ્રત્યે રસ વધશે. કોઇપણ વાતને ઊંડાણપૂર્વક જાણવાની ઇચ્છા રહેશે. આધ્યાત્મિકતા પ્રત્યે વધી રહેલું તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વ અને સ્વભાવમાં પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ- બાળકોના વ્યવહારમાં થોડું નકારાત્મક પરિવર્તન તમારા માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. ગુસ્સાના કારણે તેમની સાથે મિત્રતા પૂર્ણ વ્યવહાર કરવો તેમની સમસ્યાનું સમાધાન કરશે.

વ્યવસાયઃ- આ સમયે કર્મ અને ભાગ્ય બંને તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- તરલ પદાર્થોનું વધારે સેવન કરવું જરૂરી છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- થોડાં સમયથી તમે ખૂબ જ અનુશાસિત તથા વ્યસ્થિત દિનચર્યા જાળવી રાખી છે. જેનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પડશે.

નેગેટિવઃ- થોડી નકારાત્મક પ્રવૃત્તિના મિત્ર તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ખૂબ જ વધારે પ્રતિસ્પર્ધા જેવી સ્થિતિ બની રહી છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં વૈચારિક મતભેદ થશે.

સ્વાસ્થ્યઃ- શરીરના કોઇ ભાગમાં ઇન્ફેક્શનના કારણે સોજા આવી શકે છે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમયગાળો તમારા માટે ફળદાયક રહેશે. આ સમયગાળામાં તમે યોગ-ધ્યાન કરીને આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધી શકો છો. આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જોઇએ.

નેગેટિવઃ- જે વિદ્યાર્થી વિદેશમાં જઇને શિક્ષા લઇ રહ્યા છે તેમના સપના ઉપર રોક લાગી શકે છે. જે લોકો 50થી વધુ ઉંમરના છે તેમણે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ.

વ્યવસાયઃ- માતા-પિતા તરફથી તમને અનેક પ્રકારની આર્થિક સહાયતા મળી શકે છે.

લવઃ- વૈવાહિક જીવનમાં સુખ આવશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આવકના નવા સ્ત્રોત આ દરમિયાન તમને મળી શકે છે. કારોબાર કરતાં લોકો નવી યોજનાઓને લાગૂ કરીને ધન કમાઇ શકે છે. ઘરના કોઇ સભ્યને સમાજમાં કોઉ ઉપલબ્ધિ હાંસલ થઇ શકે છે.

નેગેટિવઃ- આર્થિક પક્ષને સુદ્દઢ કરવા માટે તમે જે પ્રયાસ કર્યા હતાં, જેના સારા પરિણામની તમને અપેક્ષા હતી તે આ સમયે તમને જોવા મળશે નહીં.

વ્યવસાયઃ- આ સમય એક સારું સંપર્ક ક્ષેત્ર બનાવવાની કોશિશ કરો.

લવઃ- પ્રેમ જીવન આ સમયે મિશ્રિત રહેશે.

સ્વાસ્થ્યઃ- તાજુ ભોજન કરવું.


Related Articles

નવીનતમ