fbpx
Tuesday, May 30, 2023

સુરત: રેતીનાં ઢગલા પર નિંદર માણી રહેલા શ્રમિકનું દબાઇ જતા થયું કરૂણ મોત

સુરત: શહેરમાં વધુ એક અકસ્માતમાં શ્રમિકનું મોત નીપજ્યું છે. શહેરનાં સિમેન્ટ રેતીના પ્લાન્ટમાં રેતીનાં ઢગલામાં દબાઇ જતા 57 વર્ષનાં સંજય વિજય ઠાકુરનું મોત નીપજ્યુ છે. આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, શહેરનાં સિમેન્ટ રેતીનાં પ્લાન્ટમાં મજૂરીકામ કરતો મજૂર રાતે રેતીનાં ઢગલા પર સૂઇ ગયો હતો. આ દરમિયાન વહેલી સવારે રેતીનાં ટ્રકે ત્યાં રેતી ઢાલવતા મજૂર ડબાયો હતો. પરંતુ શ્રમિકે બૂમો પાડતા અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને તેને નજીકનાં દવાખાનમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે, તબીબે શ્રમિકને તપાસતા તેને મૃત જાહરે કરી દેવામાં આવ્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સદનસીબે પાનોલીની કંપનીમાં લાગેલી આગમાં કોઇ જાનહાની નથી

ભરૂચ જિલ્લાના પાનોલીમાં આવેલી GIDCમાં કેમિકલ કંપનીમાં બુધવારે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જીઆઈડીસીની અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં આગ લાગતાં સાતથી વધારે ફાયર ફાઇટરની મદદથી આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. આ આગને કારણે વાયુ પ્રદુષણ ફેલાયું હતુ. જેના કારણે પાસે આવેલા સંજાલી ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. જેના કારણે આખેઆખું ગામ ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા હતા.

નોંધનીય છે કે, સંજોલી ગામ આશરે 1500 જેટલી વસ્તી ધરાવે છે. તે તમામ લોકોને સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા રહેવાની ફરજ પડી છે. આ ઉપરાંત વાયુ પ્રદુષણને કારણે અસરગ્રસ્ત લોકોને પણ પ્રાથમિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ