fbpx
Tuesday, May 30, 2023

શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમયે ભાગ્યના નક્ષત્રો પ્રબળ છે. ઘરના મોટા સભ્યોની સલાહ ઉપર ધ્યાન આપો અને અમલ પણ કરો. આવું કરવાથી તમારા માટે સારું રહેશે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે તથા લીધેલાં નિર્ણય પણ સફળ રહેશે.

નેગેટિવઃ- કોઈ ખાસ વસ્તુના ખોવાઇ જવા કે ચોરી થવાની સ્થિતિ બની રહી છે. તમારી વસ્તુઓની જાતે જ દેખરેખ કરો. ભાઈ-બહેનો સાથે સંબંધોને ખરાબ થવાથી બચાવો. નકારાત્મક વાતોને સંબંધો વચ્ચે લાવવા યોગ્ય નથી.

વ્યવસાયઃ- છેલ્લાં થોડા સમયથી વ્યવસાયિક ક્ષેત્રમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી, આજે તેમાં સફળતા મળવાની શક્યતા છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ગેરસમજના કારણે અંતર વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- થોડો સમય આત્મનિરીક્ષણ અને આત્મ મનનમાં જરૂર લગાવો. તમારી કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ મળી શકે છે. તમારા સ્પર્ધીઓ તમારી સામે હાર માની શકે છે. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ- ઘરને લગતી ગતિવિધિઓમાં વધારે ખર્ચની સ્થિતિ રહેશે. તમારા બજેટનું ધ્યાન રાખો. દેખાડાના ચક્કરમાં તમારું નુકસાન પણ કરી શકો છો. માત્ર ધ્યાન રાખો કે અહંકારને તમારા વ્યવહાર ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં ગતિવિધિઓ હાલ ધીમી જ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે વાઇરલ તાવ જેવી સ્થિતિ રહી શકે છે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજનો સમય મિશ્રિત ફળદાયી રહેશે. અન્ય પાસેથી માન-સન્માન પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો પહેલાં માન-સન્માન કરવું પણ જોઈશે. રાજનીતિ સાથે જોડાયેલાં લોકોને કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્યભાર મળી શકે છે. કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે પણ તમારો સહયોગ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લગતી ઉધારી સમજીવિચારીને કરો. કેમ કે પાછા આવવાની શક્યતા મુશ્કેલ છે. પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે. જેની નકારાત્મક અસર પારિવારિક વ્યવસ્થા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા કામ કરવાની નીતિઓમાં ફેરફાર કરવાની કોશિશ કરો.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ સમસ્યા પરેશાન કરી શકે છે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- છેલ્લાં થોડા દિવસોથી જે કાર્ય પ્રત્યે તમે આકરી મહેનત કરી રહ્યા હતાં, આજે તેનું ફળ આશા કરતા વધારે પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ કોઈપણ કાર્ય કરતા પહેલાં તેના બધા જ સ્તર અંગે ચર્ચા-વિચારણાં કરી લો

નેગેટિવઃ- મકાન, ગાડી વગેરેને લગતા કાગળ સાચવીને રાખો. કલ્પનાઓ કરવાની સાથે-સાથે તેને હકીકતમાં પણ બદલવાની કોશિશ કરો. તણાવ રહે તો મોટિવેશનલ પ્રોગ્રામ તમારા માટે લાભદાયી રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક મામલે કોઈપણ અન્ય વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરો.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથેના સંબંધોમાં યોગ્ય તાલમેલ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત, ગેસ જેવી તકલીફ રહી શકે છે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ઊથલપાથલની દિનચર્યાથી રાહત મળી શકે છે. પરિવાર તથા ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયો માટે પોઝિટિવ પરિણામ સામે આવશે. યુવાઓ ઇન્ટરવ્યુ વગેરેમાં યોગ્ય સફળતા પ્રાપ્ત કરશે.

નેગેટિવઃ- ધનને લગતા મામલાઓને લઇને થોડી ચિંતા રહી શકે છે. પરંતુ ધૈર્ય રાખો બપોર પછી ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. આ સમયે તમારા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહો. ફાલતૂની ગતિવિધિઓમાં ધ્યાન આપવાથી તણાવ જ રહેશે.

વ્યવસાયઃ- કાર્યસ્થળ તથા નોકરીમાં તમારું માન-સન્માન જળવાયેલું રહી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ તમારા વ્યવહારને વધારે પોઝિટિવ બનાવશે. મીડિયા તથા માર્કેટિંગને લગતી જાણકારી વધારો. તેનાથી તમને તમારા કાર્યો પ્રત્યે નવી દિશા મળી શકે છે.

નેગેટિવઃ- રોકાણને લગતા કાર્યોમાં ખૂબ જ વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. અજાણ્યા લોકોને રૂપિયા ઉધાર ન આપો કે તેમના ઉપર વિશ્વાસ પણ ન કરો. ગેરસમજના કારણે થોડા સંબંધ ખરાબ પણ થઈ શકે છે.

વ્યવસાયઃ- જો વેપારને લગતો કોઈ કાયદાકીય મામલો ચાલી રહ્યો છે તો આજે તેનું પોઝિટિવ પરિણામ મળી શકે છે.

લવઃ- લગ્ન સંબંધોમાં વિવાદ ઊભો થઈ શકે છે

સ્વાસ્થ્યઃ- વાસી અને તળેલું ભોજન બ્લડ પ્રેશર અને પેટને લગતી સમસ્યા વધારી શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- યોગ અને મેડિટેશનને તમારી દિનચર્યાનો ભાગ બનાવો, તેનાથી તમને તમારા વ્યવહાર અને દિનચર્યાને લગતા પોઝિટિવ પરિણામ મળી શકે છે. કોઈપણ નવું કામ કરતા પહેલાં અનુભવી લોકો સાથે ચર્ચા-વિચારણાં કરી લો.

નેગેટિવઃ- ભાવનાઓમાં વહીને પોતાની કોઈપણ મહત્ત્વપૂર્ણ વાતો કોઈ સામે જાહેર ન કરો. નહીંતર કોઈ નજીકના વ્યક્તિ જ તમારી સાથે દગો કરી શકે છે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરો તથા તેમની સમસ્યાઓને ઉકેલો.

વ્યવસાયઃ- કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત અને તેની સલાહ તમને વેપાર માટે ખૂબ જ ઉન્નતિદાયક રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી એલર્જી વધી શકે છે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આવકના નવા સ્ત્રોત બનશે અને આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. જો પ્રોપર્ટીને લગતું કોઈ કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવાની કોશિશ કરો. સફળતા મળી શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક સંસ્થાઓ પ્રત્યે તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈપણ પ્રકારનું અયોગ્ય કાર્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. વધારે કામના ભારના લીધે તમે તમારા વ્યક્તિગત તથા પારિવારિક કાર્યો ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ- યુવાઓની મિત્રતા પ્રેમ સંબંધોમાં ફેરવાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ જેવી ફરિયાદ રહી શકે છે.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં આજે સુધાર આવી શકે છે તથા ફરી પોતાના વ્યક્તિગત કાર્યોમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઈ વડીલ વ્યક્તિની સલાહ ઉપર અમલ કરવો તમને યોગ્ય માર્ગદર્શન આપશે.

નેગેટિવઃ- કોઈ અપ્રિય સમાચાર મળવાથી તણાવ અને ભય જેવી સ્થિતિ રહી શકે છે. થોડો સમય મેડિટેશનમાં પણ પસાર કરો તેનાથી તમને પોઝિટિવિટી આવશે. વિદ્યાર્થી વર્ગ ખોટી વાતોમાં ધ્યાન ન આપીને પોતાના અભ્યાસ ઉપર ફોકસ કરે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહી શકે છે.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની શક્યતાઓ છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજનો દિવસ તમને સફળતા આપશે. એટલે ખૂબ જ પોઝિટિવ રીતે તમારા કાર્યોને અંજામ આપો. અટવાયેલાં કાર્યોમાં પ્રગતિ આવશે. જો કોઈ વારસાગત સંપત્તિને લગતો મામલો ચાલી રહ્યો છે તો તેને સરળતાથી ઉકેલી શકાય છે.

નેગેટિવઃ- કોઈની મદદની વધારે આશા ન રાખો. પરંતુ તમારી કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો. શેરબજાર અને સટ્ટા જેવા જોખમી કાર્યોથી દૂર રહો. આ સમયે મોટું નુકસાન થવાની પણ શક્યતાઓ છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ બહારના વ્યક્તિ સાથે વાતચીત કરતી સમયે ખૂબ જ ધૈર્ય અને સંયમ જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પારિવારિક વ્યવસ્થાને લઇને થોડા મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા ઉપર કામનો વધારે ભાર લેશો નહીં.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- પરિવારમાં વડીલોનો સ્નેહ અને આશીર્વાદ બની રહેશે. થોડા સમયથી તમે જે કામને લઇને વધારે મહેનત કરી રહ્યા હતાં, આજે તેને લગતો લાભ મળવાનો છે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજનને લગતું કાર્ય પણ થઇ શકે છે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈ વાતને લઇને મતભેદ થઈ શકે છે, અન્યના મામલે ન પડો તો વધારે સારું રહેશે. અચાનક જ કોઈ મોટો ખર્ચ સામે આવી શકે છે. જેમાં કાપ મુકવો અશક્ય રહેશે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં તમારો વધારેમાં વધારે સમય પસાર કરો.

લવઃ- લગ્નસંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- કોઈ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના લોકો સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે તથા તમે કોઈપણ નિર્ણય ખૂબ જ સરળતાથી લેવામાં સક્ષમ રહેશો. યુવાઓને તેમના કરિયરને લગતી કોશિશમાં સારું પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- જમીનને લગતા કોઈપણ મામલે રૂપિયા-પૈસાને લગતી લેવડદેવડ આજે ટાળો. આજે તમારાથી કોઈ ભૂલ થઈ શકે છે જેથી સંબંધોમા તિરાડ પડી શકે છે. બાળકોની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- આ સમયે વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને અંતર વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો પોતાનું ખાસ ધ્યાન રાખે.


Related Articles

નવીનતમ