રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગર્ભવતી થયેલી દેરાણીને જેઠાણીએ કહ્યું કે, મારા પેટમાં પણ મોટું થઈ રહેલું બાળક તારા પતિનું જ છે. ત્યારે સમગ્ર મામલે માવતર રહેતી પરણીતાએ રાજુલા રહેતા પોતાના સાસરીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જીંગલ નામની પરણિતાએ પોતાના સાસુ, સસરા, પતિ તેમજ જેઠ અને જેઠાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજુલામાં શોરૂમ ધરાવતા પરેશ જગડા સાથે તેના એક વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. લગ્ન બાદ 8 મહિના સુધી સાસરિયામાં તેને સારી રીતે સાચવી હતી. પરંતુ બાદમાં એનકેન પ્રકારે તેની સાથે અસભ્ય વર્તન કરવામાં આવતું હતું. પતિ પણ મહિલા સાથે યોગ્ય રીતે વાત કરતો ન હતો. તેમ જ પિયરમાં પણ ફોન નહીં કરવાનું જણાવવામાં આવ્યું હતું.
અનેક વખત સાસુને પણ પતિની ફરિયાદ કરતા તેઓ પણ પોતાના પુત્રનું ઉપરાણું લઈ કહેતા હતા કે, મારો દીકરો જેમ કહેશે તેમ તારે કરવું પડશે નહીં તો તું તારા બાપના ઘરે જતી રહે. તો બીજી તરફ જેઠ પણ સાસુ સાથે સુરમાં સુરુ મિલાવી તું એક સ્ત્રી છો એટલે તારે સ્ત્રીની જેમ જ રહેવું પડશે તેમ કહીને ગાળો દેતા હતા.
આ પણ વાંચો: પૈસાનાં વરસાદ માટે 9 વર્ષના બાળકની નરબલી ચઢાવી
તેમજ થોડો સમય જતા પતિને મારા જેઠાણી અંજલી બહેન સાથે આડા સંબંધ હોવાની મને જાણ થઈ હતી. જે બાબતે મેં બંનેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આ સમયે બંને લાજવાને બદલે ગાજવા મંડ્યા હતા. જેઠાણીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, મારા પેટમાં મોટું થઈ રહેલું બાળક તારા પતિનું જ છે. જેથી મને અને મારા બાળકની સાર સંભાળ રાખવાની જવાબદારી પણ તારી જ છે. તેમજ મારા જેઠાણી મારા પતિને ચડામણી કરતા હતા કે, જીંકલ આપણા બંને વચ્ચે ક્યાંય આડી આવવી ન જોઈએ.
આમ પતિ અને જેઠાણીના આડા સંબંધોથી કંટાળીને હું મારા પિયર આવી ગઈ હતી. મારી માનેલી બહેને અનેક વખત મારા સાસરિયા પક્ષના લોકો સાથે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને પણ અજાણ્યા નંબર પરથી ધમકીઓ આપવામાં આવતી હતી. તેણીને કહેવામાં આવતું હતું કે, તમે જીન્કલ અને પરેશની મેટરમાંથી નીકળી જાવ. તમારા માટે એ જ સારું રહેશે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.