અમદાવાદ: શિયાળામાં લોકો કસરત કરીને પોતાનું સ્વાસ્થ્ય જાળવવાનો પ્રયાસ કરતા હોય છે. મોટી સંખ્યામાં યુવાનો જીમમાં કસરત કરી બોડી બનાવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી કસરત કરતા હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી છે. એટલે જ જો તમે જીમમાં કસરત માટે જાઓ છો, તો તમારા માટે આટલી વિગતો જાણવી ખૂબ જ જરુરી છે.
જીમમાં જતા પહેલા તબીબી નિષ્ણાતોની સલાહ લેવી પણ એટલી જરુરી
છેલ્લા કેટલાક દિવસોમાં એવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે કે, જેમાં કસરત કરતા યુવાનને અચાનક હાર્ટ એટેક આવ્યો હોય અને તેનું મૃત્યુ થયુ હોય. પાછલા કેટલાક દિવસોમાં કેટલાક સેલિબ્રિટીઓના પણ આવા બનાવો સામે આવ્યા છે. શિયાળામાં મોટી સંખ્યામાં લોકો કસરત કરી પોતાનું સ્વાસ્થ્ય સાચવવાનો પ્રયાસ કરતા હોય છે અને ખાસ કરીને યુવાનોમાં જીમમાં જઈ કસરત કરી પોતાની બોડીને યોગ્ય સેપ આપવા સહિતનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, પરંતુ જીમમાં જતા પહેલા તબીબી નિષ્ણાતોની સલાહ લેવી પણ એટલી જરુરી છે.
‘તમારે ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો જરુરી છે’
સિનિયર ફિજીશિયન ડો. પ્રવિણ ગર્ગ જણાવે છે કે, પાછલા કેટલાક દિવસોમાં જોવા મળ્યું છે કે પોસ્ટ કોવિડ હાર્ટ રીલેટેડ તકલીફો વધી રહી છે. હાર્ટના રિપોર્ટમાં ઈસીજી તેમજ ટુડી ઈકો કરાવવું જોઈએ. આ ઉપરાંત જો આપને પરિવારમાં હાર્ટ રિલેટેડ હિસ્ટ્રી છે, તો તમારે ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો જરુરી છે. જો તમારે કાર્ડિયાર્ક રિલેટેડ સિમ્ટમ્સ છે અને ઈસીજીમાં કોઈ ફાઈન્ડિંગ્સ નથી આવતા તો તમારે ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો જોઈએ. ટ્રેડમિલનો રિપોર્ટ કરાવવાથી એ ખ્યાલ આવી જશે કે તમારે નળીમાં કોઈ માઈનોર બ્લોક છે કે નહીં.
શું કહે છે કાર્ડિયોલોજીસ્ટ?
જાણીતા કાર્ડિયોલોજીસ્ટ શરદ જૈન જણાવે છે કે, હવે 18થી 20 અને 40થી 45 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવતો હોય છે. ખાસ કરીને યંગસ્ટર્સને પણ હાર્ટ એટેક આવતો હોય. સ્ટ્રેસફુલ લાઈફ, સ્લિપીંગ હેબીટ, ઉંઘવામાં મોડુ થતું હોય તે કારણો પણ જવાબદાર છે. તેમજ એકબીજાને હવે મળવાનું ઓછું થઈ ગયું છે અને લોકો વધુ સમય મોબાઈલ પર જ હોય છે. મોબાઈલથી મેન્ટલ રીલેક્શેસન નથી થતું. આ ઉપરાંત જીમમાં જતા પહેલા ફુલ બોડી ચેકઅપ કરાવીને જીમમાં જવું જોઈએ. જેથી કરીને ડોક્ટર એડવાઈઝ કરી શકે કે પર્ટીક્લુયર એક્સસાઈઝ ન કરવી. જો, આપ હેવી એક્સસાઈઝમાં ઇનવોલ થતા હોય તો તેઓએ બોડી ચેકઅપ કરાવવું જોઈએ. હેવી એક્સસાઈઝ કરવાથી નાનકડુ બ્લોક હોય તો તે ન્શચર થઈ જાય. એટલે હેવી એક્સસાઈઝ એવોઈડ કરવી જોઈએ.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.