fbpx
Tuesday, May 30, 2023

અમદાવાદ: ખનન માફિયાઓની આંતરિક લડાઈમાં એક નિર્દોષનો જીવ ગયો, ત્રણને ઇજા

અમદાવાદ: શહેરમાં ખનન માફિયાઓની આંતરિક લડાઈમાં એક નિર્દોષનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં એક
ખનન માફિયાએ અંગત અદાવત રાખી બીજા ખનન માફિયાને ટ્રકથી ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. આટલું જ નહીં, આ જોતાં એક વ્યક્તિ મદદ માટે દોડી ગયા હતા અને તેઓ 108ને ફોન લગાવે તે પહેલા જ ટ્રકચાલકે તેમને પણ કચડી નાંખ્યા હતા. જેના પગલે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મદદ માટે દોડી ગયેલા વ્યક્તિને કચડી નાંખ્યા

શહેરના ખનન માફિયાઓના ત્રાસની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આજે વહેલી સવારે ટ્રકથી વ્યક્તિને ઉડાડ્યો હતો. ખનન માફિયાઓની આંતરિક લડાઈમાં એક નિર્દોષે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અરવિંદ ચૌહાણ નામના વ્યક્તિને ટ્રકથી કચડી નાખવા આવ્યા હતા. આ ઘટનામાં અરવિંદ ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો થયા ઘાયલ થયા છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ખનન માફિયાની અંગત અદાવતમાં નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો

મળતી માહિતી અનુસાર, જીવરાજ પાર્ક વિસ્તારમાં ખનન માફિયાની અંગત અદાવતમાં એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે. અહીં એક ખનન માફિયાએ અંગત અદાવત રાખી બીજા ખનન માફિયાને ટ્રકથી ટક્કર મારી હતી, જેમાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. આ જોતાં અરવિંદ ચૌહાણ નામના વ્યક્તિ મદદ માટે દોડી ગયા હતા. તેઓ 108ને ફોન લગાવે એ પહેલા જ ટ્રકચાલકે તેમને પણ કચડી નાખ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ