fbpx
Tuesday, May 30, 2023

BAPS: શતાબ્દી મહોત્સવમાં 4 હજાર સ્વયંસેવિકા મહિલાઓ પ્રેમવતી ઉપહારમાં સેવા આપે, કરે છે આ તમામ કામ

Parth Patel, Ahmedabad: પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પુરુષ સ્વયંસેવકોની સાથે સાથે મહિલા સ્વયંસેવકો પણ એક અનેરા ઉત્સાહથી સેવા કાર્યોમાં કાર્યરત છે. ત્યારે BAPS સ્વામિનારાયણ સંસ્થાની મહિલા પાંખ દ્વારા દર મહિને પ્રેમવતી નામનું મેગેઝીન પ્રકાશિત કરવામાં આવે છે. તેમજ યુવતીઓ માટે રાંદેસણ ખાતે યુવતી તાલીમ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી છે.

બાંધકામ, ડેકોરેશન, ફૂલ-છોડની માવજત કરવી, ફૂલ-છોડ રોપવા વગેરેમાં મહિલાઓની સેવા

આ સિવાય વિવિધ અધિવેશનો, સંમેલનો, શિબિરો, મહોત્સવ દ્વારા મહિલાઓની સર્વાંગી પ્રતિભાને ખિલાવવામાં આવે છે. બાંધકામ, ડેકોરેશનથી લઈને ગ્લો ગાર્ડનમાં મૂકવામાં આવેલ વિવિધ પ્રતિકૃતિઓ તૈયાર કરવી, નર્સરીમાં વિવિધ ફૂલ-છોડની માવજત કરવી, બગીચામાં ફૂલ-છોડ રોપવા વગેરેમાં મહિલાઓનો ફાળો રહ્યો છે. આ સાથે નગરની બનાવવાની સેવાથી લઈને આજે મહોત્સવમાં સલામતી વ્યવસ્થા, પ્રેમવતી અને બુકસ્ટૉલનું સંચાલન વગેરે જેવા લગભગ તમામ વિભાગો મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ ગુરુ ઋણ અદા કરવા સેવારત બન્યા છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્ત્રી સશક્તિકરણ માટે અમદાવાદના DCP ઝોન-1 ના ડો. લવિના વરેશ સિંહાએ જણાવ્યું હતું કે, હવે આપણે જોઈએ છીએ કે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. BAPS સંસ્થામાં પણ મહિલાઓ આગળ છે. ઈંટો ઊંચકવી, બ્લોક બેસાડવાથી માંડીને બાંધકામ વિભાગની સેવા, ગ્લો ગાર્ડન વગેરેમાં પણ મહિલાઓએ ઇક્વલ હિસ્સો આપ્યો છે.

છોકરા-છોકરીઓને એ જ રીતે વળતર આપવું જોઈએ. મહિલાઓને પણ માન આપીએ. વડીલો, સંસ્થા અને આધ્યાત્મિક શિક્ષણની કદર કરવી. આ જો ઘરથી શરૂ કરીશું, સંસ્થાથી શરૂ કરીશું તો આગળ જઈને વર્કપ્લેસ ઉપર કે સોસાયટીમાં પણ એ મહિલા અને પુરુષ સાથે રહેશે ત્યારે તેમને સમાન દરજ્જો, માન અને સમાન તક મળશે.

સ્વામિનારાયણએ દુનિયા બદલી અને હૃદય બદલ્યા

સોશિયલ એન્ટરપ્રિઅર & મોટિવેશનલ સ્પીકર રુઝાન ખંભટ્ટાએ જણાવ્યું હતું કે ,મને સૌથી આકર્ષક કામ જે સંસ્થામાં લાગે છે. ઘણુ ઘણુ કામ કર્યું છે બહેનોએ. એમપાવર કરવા માટે તેમજ સમાનતા માટે. સ્વામિનારાયણજીની સોચ હતી કે સોચ બદલો, દુનિયા બદલો એટલે એમણે દુનિયા બદલી અને હૃદય બદલ્યા છે.સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી અગત્યનું એ ગમ્યું કે એમણે આજની વાત નહીં. પરંતુ વર્ષો પહેલા જ્યારથી સંસ્થા સ્થાપી ત્યારથી વિચારતા હતા કે બહેનોને સમાનતા આપવી.

અહીં આવી મારી જાતને ભૂલી ગઈ

આકાંક્ષા IVF હોસ્પિટલ, આણંદના મેડિકલ ડિરેક્ટર ડો. નયનાબેન પટેલે જણાવ્યું હતું કે, સ્ત્રીઓને બધા જ પ્રસંગોમાં પોતે જે પ્રસંગ માણી શકે, સ્ત્રીઓને જે સમકક્ષ્તા પુરુષ સાથે આપી છે જે માન આપ્યું છે, જે આ ધર્મને સજોડે કોઈપણ ના આવી શકે. કોઈપણ વેળાએ સ્ત્રીઓની અવગણના કે ત્યાગ નથી કર્યો. હું આજે મારી જાતને ધન્ય સમજુ છું કે સ્ત્રી સંમેલનમાં બોલવાની તક આપી. હું ભૂલી ગઈ છું કે હું ડોક્ટર છું.

આ મારું શરીર છે. આમ એવું લાગે છે કે સ્વર્ગની નગરી પણ આવી જ હશે કે જ્યાં આપણે મજાથી ખુશીથી ફરીશું. કોઈપણ જગ્યાએ ગુસ્સો નહીં, મોટેથી બોલવાનું, કશું જ નહીં એ જ સાચું સ્ત્રીનું સશક્તિકરણ છે. એજ આપણા દેશની દરેક સ્ત્રીને આગળ લાવશે. એટલે તંદુરસ્તી સાથે સ્વામિનારાયણ સંપ્રદાય આ જે કરે છે એ સલામને પાત્ર છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ