Homeહેલ્થવારંવાર એસિડિટી, ગેસ કે...

વારંવાર એસિડિટી, ગેસ કે બ્લોટિંગ થતું હોય છે તો આજે જ બંધ કરી દો આ 5 પ્રકારના ફૂડનું સેવન

  • વધુ ઠંડો-ગરમ ખોરાક ખાવાનું ટાળો
  • ગરમ મસાલાનાં સેવનથી એસિડિટી થઈ શકે
  • પાણીનું સેવન ભરપૂર માત્રામાં કરો

પેટનું ફૂલવું અને એસિડિટી જેવી પેટને લગતી અનેક સમસ્યાઓ વધુ પડતું તળેલું, બિનઆરોગ્યપ્રદ આહાર અને ખરાબ જીવનશૈલીનાં કારણે થાય છે. શિયાળાની ઋતુમાં વધુ ભૂખ લાગે છે જેથી લોકો વધુ ખાય છે. બહાર વધુ ઠંડી હોવાનાં કારણે લોકો ચાલવાનું પણ બંધ કરી દે છે.

જેના કારણે લોકોનું પેટ ફૂલવા લાગે અને એસિડિટીની સમસ્યા પણ થાય છે.

એસિડિટી અને ફૂલતા પેટથી રાહત મેળવવાં ટાળો આ 5 ખોરાક

વધુ ઠંડો-ગરમ ખોરાક ખાવાનું ટાળો
અતિશય તાપમાનવાળા ખોરાકને ખાવાનું ટાળો. જો તમે વધુ પડતો ઠંડો અથવા ગરમ ખોરાક ખાતા હશો તો તમને એસિડિટીની સમસ્યા થઈ શકે. આ પ્રકારનો ખોરાક જલ્દીથી પચતો નથી. જેના કારણે પેટની સમસ્યાઓ વધી જાય છે.

ચા-કોફી
વધુ પડતી ચા, કોફી, ગ્રીન ટી, ઉકાળો અને કહવાનું સેવન ટાળો. આ પ્રકારનાં પીણાંમાં કેફીનનું પ્રમાણ વધારે હોય છે. જે એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે.

મસાલા
જમવામાં વધુ પડતાં ગરમ મસાલા, જેમકે આદું, લસણ, તજ, ગરમ મસાલો, હળદરવાળું દૂધ જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું જોઈએ. ગરમ મસાલાનાં સેવનથી પેટમાં એસિડિટી અને પેટ ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

એલર્જી
ઘણાં માણસોને અમુક પ્રકારના ખાદ્ય પદાર્થોથી એલર્જી હોય છે. જો તમને પણ કોઈ ખાદ્ય પદાર્થથી એલર્જી હોય તો, તમારે તેનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ. જેમકે દૂધ, રાજમા, કાળા ચણા, બ્રોકોલી અને શિમલા મિર્ચ.

ભૂખ હોય એટલું જ જમવું
ઘણાં લોકો, જમવાનું સ્વાદિષ્ટ હોય તો વધુ જમી લે છે. જો તમે પણ આવું કરતાં હોય તો પ્રયત્ન કરો કે તમને ભૂખ લાગી હોય, એટલું જ ખાવું. વધુ પડતાં જમવાથી પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે.

આ બાબતોનું ધ્યાન રાખો

ભોજનને સરખી રીતે ચાવીને ખાવ
ભોજન કરી લીધાંનાં 30 મિનિટ બાદ અજમા, વરિયાળી અથવા જીરાનાં પાણીનું સેવન કરવું
પાણીનું સેવન ભરપૂર માત્રામાં કરો
ભોજનની 30 મિનિટ પહેલાં લીંબુ પાણીનું સેવન કરવું

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)

Most Popular

More from Author

ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે…😅😝😂😜😅😝😂😜

ટીના તેમના પડોશીને :ટીના : તમે તમારા દીકરાને મારા ચાળાપાડતો બંધ...

એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા.હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું?😅😝😂😜🤣🤪

(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?પપ્પુ:- જેને...

તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીં તેની તને હંમેશા ચિંતા રહેતી હતી?😅😝😂😜😅

ડોક્ટરે મહિલાને ડાયટિંગ ટિપ્સ આપી.એવી વસ્તુઓથી દૂર રહોજે તમને જાડા બનાવે...

મગન : તો એવું કાંઈ થયું ખરું?😅😝😂😜😂😜

છગન : દૂધ ઉભરાય ત્યારે લેડીસ કેમ ભાગે છે?મગન : મલાઈ...

Read Now

ટીના : પપ્પા હજુ કાંઈ બોલ્યા નથી અને મમ્મી પપ્પાનો વિરોધ કરવા તૈયાર છે…😅😝😂😜😅😝😂😜

ટીના તેમના પડોશીને :ટીના : તમે તમારા દીકરાને મારા ચાળાપાડતો બંધ કર્યો?બીના : હા, એ હવે તમારા ચાળા નહિ પાડે.ટીના : તમે એને એવું શું સમજાવ્યું કેએ ચાળા પાડતો બંધ થઈ ગયો?બીના : મેં એને એટલું જ કહ્યું કે,મુર્ખની માફક વર્તવાનું બંધ કર.😅😝😂😜😅😝😂😜 પપ્પુ : આપણા લગ્ન માટેતારા...

કુંભ રાશિના જાતકો વિવાદમાં ફસાઈ શકે છે, મેષ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે, વાંચો રાશિફળ

મેષ રાશિ આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. કેટલાક સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકે છે. વેપારમાં તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વિરોધી વર્ગ સક્રિય રહેશે. પરિવારમાં પરસ્પર મતભેદ વધી શકે છે. જો તમે ગુજરાતી જાગરણની વેબસાઈટની મુલાકત ન લીધી હોય તો આજે જ લેજો ત્યાં સમાચાર સાથે...

ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુ કોણ બનાવે છે તે સમજાતું નથી…😅😝😂😜😅😝😂😜

આજે મેં માળીયા ઉપર 5 હજાર રૂપિયામુકીને કહ્યું :જે ઘરની સફાઈ કરે આ પૈસા એના.એ સવારથી મંડાણી છે.જોકે એ પૈસા માર સાળાએ જ આપ્યા હતાકે આ મારી બહેનને આપી દેજો,રક્ષાબંધનમાં નહોતા આપ્યા.😅😝😂😜😅😝😂😜 ચિન્ટુ (પિન્ટુને) : દારૂની દુકાનનું વાસ્તુકોણ બનાવે છે તે સમજાતું નથી.ભલે તે ગટર પાસે હોય,દક્ષિણ દિશામાં...