fbpx
Tuesday, May 30, 2023

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉતરાયણ પર્વની ઉજવણી પરિવાર સાથે કરશે

ગાંધીનગર: ગુજરાતમાં મહત્વના તહેવારમાંનો એક તહેવાર એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણ પર્વની ઉજવણી ગુજરાતીઓ સૌ કોઈ નાગરિકો ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવતા હોય છે. ત્યારે કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ઉતરાયણ પર્વની ઉજવણી પોતાના પરિવાર સાથે કરતા જોવા મળે છે.

કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહની હંમેશા પરંપરા રહી છે કે, ઉતરાયણ પર્વ દરમિયાન તેઓ દિલ્હીથી અમદાવાદ ખાતે પરિવાર સાથે ઉજવણી કરવા માટે આવી જતા હોય છે. સાથે જ તેમની લોકસભાના મતવિસ્તારના નાગરિકો સાથે પણ ઉતરાયણ પર્વની ઉજવણી કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે.

દર ઉતરાયણ કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહે જુદી જુદી વિધાનસભાઓમાં કાર્યકરોના ઘરે જઈ અને તેમની સાથે પતંગ ચિકી અને બોરની મજા માણતા હોય છે. આ વખતે પણ કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ વેજલપુર વિધાનસભા ઘાટલોડિયા વિધાનસભા અને કલોલ વિધાનસભાના કાર્યકરોના નિવાસ્થાને જઈ પતંગના પેચ લગાવે છે.

દર ઉતરાયણની જેમ આ ઉતરાયણમાં પણ અમિત શાહે પરિવાર સાથે આ જુદા જુદા વિધાનસભા વિસ્તારોના કાર્યકરો સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળશે તે માટેનો બે દિવસનો તેમનો કાર્યક્રમ એ તૈયાર થઈ ગયેલો છે.

પતંગ ચગાવવાની સાથે સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આ તહેવાર દરમિયાન ભગવાન જગન્નાથ મંદિરના પણ પરિવાર સાથે દર્શન કરતા હોય છે. આ વખતે પણ આ દર્શનનો કાર્યક્રમ એ તૈયાર થઈ રહેલો છે તે સિવાય બીજા બે ખાનગી કાર્યકર્મો પણ હાલ તૈયાર થઈ રહેલા છે.

હજુ સુધી કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહના કાર્યાલય દ્વારા પ્રવાસ અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ હાલ જે સૂત્ર પાસેથી માહિતી પ્રાપ્ત થાય છે તે પ્રમાણે બે દિવસનો કાર્યક્રમ તૈયાર છે અને કેન્દ્રીય ગ્રહ મંત્રી એ પરિવાર અને કાર્યકરો સાથે આ તહેવારની ઉજવણી કરશે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ