Tuesday, October 3, 2023

12 વર્ષની દીકરી સાથે પિતાને કરવા હતા લગ્ન, કરતો હતો અડપલાં, ગુજરાત હાઇકોર્ટનો દાખલારૂપ ચુકાદો

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટનો એક અતિમહત્વનો સીમાચિહ્નરૂપ ચુકાદો સામે આવ્યો છે. 12 વર્ષની પુત્રી સાથે અડપલા કરનારા પિતાની જામીન અરજીની સુનાવણી દરમિયાન અરજી રદ કરતા હાઈકોર્ટે પદ્મ પુરાણના શ્લોક ઉચ્ચાર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, દુષ્કર્મ-જાતીય શોષણ ભારતીય સમાજની એક કાળી વાસ્તવિકતા છે, જે સ્ત્રીના આત્માને બદબાદ કરી નાંખે છે. હાઇકોર્ટે કહ્યું કે, પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે.

મહત્વપૂર્ણ અવલોકન

12 વર્ષની પુત્રી સાથે અડપલા કરનાર આરોપી પિતા ફકીરમમદ હુસેનભાઇ સુમભાનીયાની જામીન અરજી જસ્ટિસ સમીર જે. દવેએ ફગાવી હતી. સાથે જ જસ્ટિસે મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા આ પ્રકારે શરમસાર થાય છે ત્યારે કોઇપણ સંબંધમાં પવિત્રતા અને માન્યતાને ખતમ કરી નાંખે છે. એક પુત્રા તેના પિતા તરફથી રક્ષણની આશા રાખે છે, પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે વ્યક્તિ જે આઘાત અનુભવે છે તેનું વર્ણન કરવું અશક્ય છે.

‘કેટલાક કિસ્સામાં મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી’

જસ્ટિસ સમીર જે. દવેએ જણાવ્યું હતું કે, સમાજમાં વ્યક્તિગત નૈતિક મૂલ્યોનું સ્તર એટલી હદે નીચે જતું રહ્યું છે કે રોજબરોજ આપણને આ પ્રકારના સમાચાર સાંભળવા મળી રહ્યા છે ત્યારે આપણું મન અને આત્મા ધ્રુજી જાય છે. કેટલાક કિસ્સામાં મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી.

ગુજરાત હાઇકોર્ટે આરોપી પિતાની જમીન અરજી રદ કરી

નોંધનીય છે કે, નરાધમ પિતાએ તેની પુત્રીના હાથ દોરડાથી બાંધી દીધા હતા અને મોઢુ કપડાથી બાંધી શારીરિક અડપલા કર્યા હતા. ઉપરાંત તે પીડિત પુત્રી સાથે લગ્ન કરવા માગતો હતો. જેના પગલે ફરિયાદી પત્નીએ આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 12 વર્ષની પુત્રી સાથે અડપલા કરનારા પિતાએ હાઇકોર્ટમાં જમીન અરજી મુકી હતી. ગુજરાત હાઇકોર્ટે આરોપી પિતાની જમીન અરજી રદ કરી હતી.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ