fbpx
Thursday, June 1, 2023

લગ્ન કરવા આવેલા NRIને અમદાવાદ એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવાયો!

અમદાવાદ: લગ્ન માટે આવેલા એનઆરઆઇ સાથે ‘ન ઘરના ન ઘાટના’ જેવી સ્થિતિ સર્જાઇ છે. સાતમી જાન્યુઆરીએ લગ્ન કરવા આવેલા યુવકને અમદાવાદ એરપોર્ટ પરથી જ પરત મોકલવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મૂળ આણંદનો યુવક અમેરિકાનો પાસપોર્ટ ધરાવે છે અને લગ્ન કરવા માટે આવ્યો હતો, પરંતુ તેના પાછો મોકલવામાં આવ્યો હતો. તેના ઇ વિઝા પણ રદ કરાયા છે. જે મામલે કરાયેલી અરજી મામલે હાઇકોર્ટે શુક્રવાર સુધી ચુકાદો અનામત રાખ્યો છે.

એરપોર્ટ પરથી પરત મોકલી દેવામાં આવ્યો

આ યુવકે 2021માં ઇ-વિઝા મેળવ્યા હતા અને આર્યસમાજની વિધિથી લગ્ન કરી અમેરિકા પરત ગયો હતો. જે બાદ આગામી સાતમી જાન્યુઆરીએ સામાજિક રીતરિવાજ અનુસાર લગ્ન કરવા માટે ભારત આવ્યો હતો. આ યુવક અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ તેને દુબઇ પરત મોકલી દેવામાં આવ્યો હતો. તેના ઇ વિઝા રદ કરવામાં આવ્યા છે.

એવું શું છે કારણ?

અમેરિકાની પોલીસે તેની સાથે યુવતી બનીને વાત કરીને ફસાવ્યો હતો. જે મામલે થયેલી ફરિયાદમાં કોર્ટે તેને 100 કલાક કોમ્યુનિટી સર્વિસ કરવા આદેશ કર્યો હતો. આવામાં લગ્ન કરવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચેલા યુવકને પાછો દુબઇ મોકલવામાં આવ્યો છે. જ્યારે તેનો પરિવાર લગ્ન માટે વતનમાં છે. આવામાં યુવક લગ્ન કરવા માટે વિઝા માગી રહ્યો છે.

બીજી બાજુ, કેન્દ્ર સરકારની રજૂઆત હતી કે અરજદાર સામે બાળકોને પરેશાન કરવાનો કેસ નોંધાયેલો છે. આવી છ જેટલી ફરિયાદ થયેલી છે. અરજદાર દ્વારા ખોટો હોબાળો કરાય છે. વર્ષ 2021માં તેને ઇ વિઝા આપવામાં આવ્યા હતા ત્યારે તેની સામે કોઇ કેસનો ઉલ્લેખ ન હતો.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.

Related Articles

નવીનતમ