fbpx
Thursday, June 1, 2023

બુધ્વાર, 4 જાન્યુઆરી 2023 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે ધાર્મિક તથા સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાયેલી ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. જેથી તમને માનસિક સુખ અને માન-સન્માનની પણ પ્રાપ્તિ થશે. તમારા સ્પર્ધીઓ પણ તમારા વ્યક્તિત્વ સામે પરાજિત થશે.

નેગેટિવઃ- તમારી થોડી પણ બેદરકારી તમારા માટે પરેશાનીનું મોટું કારણ બની શકે છે. તેમાં કોઈપણ નિર્ણય લેતા પહેલાં તેના અંગે ફરી વિચાર કરવો જરૂરી છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ થોડી ધીમી રહેશે. ધૈર્ય અને સંયમ જાળવી રાખો.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સાથે જોડાયેલાં વેપારમાં નફો થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- અધ્યાત્મ અને ધર્મ કર્મને લગતી ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ અને આસ્થા રહેશે. તેના કારણે તમારા વ્યવહારમાં પણ ખૂબ જ પોઝિટિવ પરિવર્તન આવ્યું છે. સ્પોર્ટ્સ સાથે જોડાયેલાં યુવાઓને વિજય પ્રાપ્ત થઈ શકે છે, એટલે સંપૂર્ણ મહેનતથી તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો.

નેગેટિવઃ- સંયુક્ત પરિવારમાં કોઈ પ્રકારના વિવાદની સ્થિતિ બની શકે છે. એટલે ધૈર્ય અને સહનશીલતા જાળવી રાખવી અતિ જરૂરી છે. વારસાગત સંપત્તિને લગતા થોડા કાર્યોમાં વિઘ્ન આવવાથી તણાવ રહી શકે છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપના વેપારમાં પાર્ટનરની યોજનાઓ અને કાર્યશૈલી વ્યવસાય પ્રત્યે લાભદાયક સાબિત થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા સમસ્યાઓમાંથી બહાર આવી શકશે.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાત જેવી પરેશાની રહી શકે છે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમારી અંદર અદભૂત આત્મબળ અને ઊર્જા અનુભવ કરશો. કોઈપણ કામ કરતા પહેલાં તમારા મનના અવાજને સાંભળો. તમારી અંતરાત્મા તમને યોગ્ય રસ્તામાં આગળ વધવાની પ્રેરણા આપશે. પારિવારિક ગતિવિધિઓમાં તમારું યોગદાન ઘરની અવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

નેગેટિવઃ- તમારા ઘર તથા વેપાર ઉપર પણ ધ્યાન આપવું અતિ જરૂરી છે. કેમ કે તમારી બેદરકારીના કારણે ઘરમાં થોડી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેની નકારાત્મક અસર તમારા સંબંધો ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કર્મચારીઓ તથા સહયોગીઓ સાથે સંબંધોને યોગ્ય જાળવી રાખો.

લવઃ- પતિ-પત્ની બંને મળીને ઘરની સમસ્યાઓ ઉપર ચર્ચા-વિચારણાં કરશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ચિંતાના કારણે માથાનો દુખાવો રહેશે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમે તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રીતે એકાગ્ર ચિત્ત થઈને આગળ વધશો. આજે તમને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઈ ધાર્મિક અનુષ્ઠાન વગેરે પણ સંપન્ન થઈ શકે છે. તમારા સ્વભાવમાં વિનમ્રતા અને વિવેક જેવા ગુણ તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે.

નેગેટિવઃ- આજે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો. કેમ કે દગાબાજી મળવાની શક્યતા છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો, કેમ કે કોઈ પ્રકારની ઈજા પહોંચવાની શક્યતા છે. આર્થિક મામલાઓ હાલ સામાન્ય રહેશે.

વ્યવસાયઃ- આ સમયે વેપારમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી અને ગરમી જેવી બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમને તમારી પ્રતિભા અને ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવાની તક મળશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ સમય પસાર થશે. સામાજિક તથા રાજનૈતિક ગતિવિધિઓમાં તમારી વિશેષ ઓળખ બનશે. એટલે પરિસ્થિતિઓનો ભરપૂર લાભ ઉઠાવો.

નેગેટિવઃ- ધન રોકાણને લગતી ગતિવિધિઓને આજે ટાળો તો સારું રહેશે. કેમ કે, કોઈ પ્રકારના નુકસાન થવાની શક્યતા છે. આ સમયે યોજનાઓની રૂપરેખા બનાવો. કોઈપણ વ્યક્તિને રૂપિયા ઉધાર આપશો નહીં કેમ કે પાછા આવવાની શક્યતા નથી.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય જ રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજા વચ્ચે કોઈ પ્રકારની ગેરસમજ ઊભી થવા દે નહીં.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવા અને એસિડિટીની ફરિયાદ રહી શકે છે.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે કોઈ અશક્ય કાર્ય અચાનક જ બનવાથી મનમાં ખૂબ જ પ્રસન્નત અને ઉમંગ રહેશે. તમારી અંદર ભરપૂર ઊર્જાનો અનુભવ તમે કરશો. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઈ પ્રકારની દુવિધા અને બેચેનીથી પણ મુક્તિ મળી શકે છે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ, કાગળિયાઓ વગેરે સાચવીને રાખો. કોઈ પ્રકારની ચોરી થવાની કે ખોવાઇ જવાની સ્થિતિ બની શકે છે. ક્યારેક તમારો વિચલિત સ્વભાવ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓને લગતો કોર્ટ કેસ ચાલી રહ્યો છે, તો આજે તેને ઉકેલવાનો યોગ્ય સમય છે.

લવઃ- તમારા તણાવ અને ગુસ્સાની અસર ઘર-પરિવાર ઉપર પણ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિક લોકો પોતાનું ખાસ ધ્યાન રાખે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે અચાનક જ કોઈ મહત્ત્વપૂર્ણ કામ બની જવાથી રાહત અનુભવ કરશો. તમે તમારી અંદર ફરી આત્મ વિશ્વાસ અને આત્મ બળ વધતું અનુભવ કરશો. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ કે કોઈ સ્પર્ધામાં મહત્ત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઈ પ્રકારનો ઝઘડો કે વિવાદ થઈ શકે છે. આ નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહો. તમારું ધ્યાન તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોમાં જ કેન્દ્રિત રાખો. આજે કોઈપણ પ્રકારની યાત્રા કરશો નહીં, કેમ કે સમય ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અટવાયેલી ગતિવિધિઓ ફરી શરૂ કરવાની કોશિશ કરો.

લવઃ- પરિવાર સાથે કોઈ ધાર્મિક ઉત્સવમાં સામેલ થવાની તક મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત ખાનપાનના કારણે એસિડિટી અને ગેસની સમસ્યા રહી શકે છે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- જો ઘરમાં રિનોવેશનને લઇને કોઈ યોજના બની રહી છે, તો આજે તેના ઉપર વિચાર કરવાનો યોગ્ય સમય છે. વાસ્તુને લગતા નિયમોનું પાલન કરો. ફાયનાન્સને લગતા મહત્વપૂર્ણ કાર્યના પણ પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવમાં વધારે ભાવુકતા અને ઉદારતા ઉપર સંયમ રાખો. કેમ કે કોઈ અન્ય વ્યક્તિ તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે પણ વિવાદ થઈ શકે છે. આજે કોઈ સાથે હળવા-મળવાનું ટાળો તો સારું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે અન્ય લોકો ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના કામને જ પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- જીવનસાથી અને પારિવારિક લોકોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સાંધા અને ઘુંટણમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે સામાજિક ગતિવિધિઓમાં ફેરફાર લાવવા માટે કોઈ સંસ્થા પ્રત્યે તમારો વિશેષ સહયોગ રહેશે. તમારી ત્યાં હાજરી ખાસ સન્માનજનક રહી શકે છે. કોઈ અટવાયેલાં રૂપિયા ટુકડાઓમાં જ મળી શકે છે, તેનાથી આર્થિક સ્થિતિ થોડી સારી થઈ જશે.

નેગેટિવઃ- ઘરના વડીલોના માન-સન્માન અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. જેથી તેઓ પોતાને અસુરક્ષિત અનુભવ ન કરે. ક્યારેક કોઈ વિષય અંગે વધારે જાણવાની ઇચ્છા તમને લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આજે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. કોઈ રોકાણને લગતી મહત્ત્વપૂર્ણ યોજના પણ બનશે. બાળકોની વિદેશ જવાને લગતી કાર્યવાહી શરૂ થઈ જશે. પિતા કે પિતા સમાન કોઈ વ્યક્તિનો સહયોગ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે.

નેગેટિવઃ- ક્યારેક તમારા સ્વભાવમાં તમારી વાણી અને તમારો ગુસ્સો તમને જ નુકસાન પહોંચાડી શકે છે. વારસાગત સંપત્તિને લગતો કોઈ મામલો સામે આવી શકે છે. આ સમયે વધારે ધૈર્ય અને સંયમથી કામ લેવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ ચાલી રહ્યો છે.

લવઃ- જીવનસાથી સાથે સંબંધ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- સમય સર્વે લાભકારી છે. મહેમાનોની અવરજવર રહેશે અને સમય હાસ્યમાં પસાર થશે. તમારું આદર્શવાદી તથા પરિપક્વ વ્યવહાર તમારી સામાજિક છાપને વધારે નિખારશે.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે, જેની અસર તમારા બજેટ ઉપર પણ પડી શકે છે. કોઈ નજીકન વ્યક્તિ સાથે ગેરસમજના કારણે મતભેદ ઊભો થઈ શકે છે. સમય રહેતા તેનું સમાધાન કરી લો તો સારું રહેશે.

વ્યવસાયઃ- ઇન્શ્યોરન્સ, વીમા, પોલિસી વગેરેને લગતા વેપારમાં નફો પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- લગ્નજીવનમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શન અને એલર્જી જેવી સમસ્યા રહી શકે છે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઈ પ્રકારની દુવિધા અને બેચેનીથી રાહત મળી શકે છે. તમે ફરી તમારી ઊર્જા એકઠી કરીને તમારા કાર્યો પ્રત્યે ધ્યાન આપી શકશો. અચાનક જ કોઈ અશક્ય કાર્યોના શક્ય થવાથી મનમાં અતિ પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને કાગળિયાઓને વધારે સાચવીને રાખો. નાની બેદરકારી પણ મોટી પરેશાનીનું કારણ બની શકે છે. તમારા ઈગો અને ગુસ્સોના કારણે સંબંધ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- જો વેપારને લગતા કોઈ કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે, તો આજે તેનો ઉકેલ મેળવવાની કોશિશ કરો.

લવઃ- ઘરના મામલે વધારે દખલ ન કરો તો સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાની સ્થિતિ રહેશે.


Related Articles

નવીનતમ