fbpx
Thursday, June 1, 2023

મંગળવાર, 3 જાન્યુઆરી 2023 રાશિફળ

મેષ : (જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર એક અદભૂત ઊર્જા અને ઉત્સાહ અનુભવ કરશો. તમને કોઈ મહત્ત્વપૂર્ણ તક મળી શકે છે જેનો તમે આજે પૂર્ણ લાભ ઉઠાવવામાં સક્ષમ રહેશો. ઘણાં સમયથી અટવાયેલું ધન પણ આજે તમને મળી શકે છે.

નેગેટિવઃ- તમારી સામે અનેક પડકાર આવીને ઊભા રહેશે. જો તેનો સામનો કરશો તો તમને જીત મળી શકે છે. પરંતુ જો થોડા પણ પાછળ ઘસસો તો મોટું નુકસાન થઈ શકે છે. મન ક્યારેક નિરાશ રહી શકે છે.

વ્યવસાયઃ- ગ્લેમર અને બ્યૂટી પ્રોડક્ટ્સ સાથે જોડાયેલાં વેપારમાં ઉન્નતિ કરશો

લવઃ- જીવનસાથી સાથે હરવા-ફરવામાં સમય પસાર થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે.


વૃષભ : (જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજનો દિવસ આર્થિક સ્થિતિને વધારે સારી બનાવવામાં પસાર થશે. પરિવારમાં મોજ-મસ્તી અને સુખમય વાતાવરણ રહેશે. સંબંધોને સારા જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે. યુવાઓ પોતાના કામના નવા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કોશિશ કરશે.

નેગેટિવઃ- બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો. તેમનું યોગ્ય માર્ગદર્શન કરવું તમારી જવાબદારી છે. કોઈપણ પ્રકારની યાત્રાને ટાળો તો સારું રહેશે કેમ કે તેમાં સમય ખરાબ થવા સિવાય કશું જ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં ઓછો સમય પસાર થશે. મોટાભાગના કાર્યો ઘરે રહીને જ પૂર્ણ થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલાં રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતી કોઈ પરેશાની ઊભી થઈ શકે છે.


મિથુન : (જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનો આવી શકે છે. જેના કારણે તમે દૈનિક કાર્યક્રમમાં પણ પરિવર્તન કરશો અને તમારી ઇચ્છા અને રસ પ્રમાણે દિવસ પસાર થશે.

નેગેટિવઃ- લોકો વચ્ચે કોઈની પણ આલોચના કે નિંદા કરશો નહીં. તેનાથી તેમની છાપ ખરાબ થઈ શકે છે. કોઈ અપ્રિય કે અશુભ સમાચારના કારણે પરેશાન રહી શકો છો. આર્થિક મામલે સાવધાની જાળવી રાખવી.

વ્યવસાયઃ- પાર્ટનરશિપ સાથે જોડાયેલાં વેપારમાં મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિઓને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેઓ સંપૂર્ણ ધ્યાન રાખે.


કર્ક : (જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આત્મવિશ્વાસ અને મનોબળ દ્વારા તમે કોઈ નવી સફળતા પ્રાપ્ત કરી શકો છો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે તમારી મુલાકાત ધન પ્રાપ્તિના નવા રસ્તો ખોલી શકે છે.

નેગેટિવઃ- મનોરંજનને લગતા કાર્યોમાં વધારે ખર્ચ થવાના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. એટલે તમારી ઇચ્છાઓ ઉપર કંટ્રોલ રાખો. નહીંતર વિવાદ થવાની શક્યતાઓ છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઈ નવું એગ્રીમેન્ટ મળી શકે છે.

લવઃ- જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન અંગે સાવધાની રાખવી.


સિંહ : (જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે ધનલાભ થઈ શકે છે. તમારા નજીકના કોઈ વ્યક્તિની મદદ કરીને તમને સુખનો અનુભવ થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- અન્ય લોકોની આલોચનામાં ભાગીદાર ન રહો, તેનાથી તમારા સંબંધ ખરાબ થઈ શકે છે. સામાન્ય વાતે પણ મિત્રો સાથે વિવાદ થવાની શક્યતાઓ છે.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વેપારમાં તમારી નજર રહેશે.

લવઃ- જીવનસાથી સાથે થોડો મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- કસરત અને યોગ ઉપર ધ્યાન આપો.


કન્યા : (જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે સમય જ્ઞાનવર્ધક અને મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવામાં પસાર થશે. કોઈ પ્રેરક વ્યક્તિ સાથે મુલાકાત થશે. માનસિક શાંતિ રહેશે. દૈનિક અને રોજિંદા કાર્યો પણ યથાવત ચાલતા રહેશે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત મામલાઓને આજે ઇગ્નોર ન કરો. તમારા ઉપર કોઈ લાંછન લાગી શકે છે. તમને ભાવનાત્મક સપોર્ટની પણ જરૂરિયાત રહેશે. સરકારી મામલે પણ પરેશાની ઊભી થઈ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં વ્યસ્ત રહેવા છતાં પરિવાર માટે સમય કાઢી શકશો.

લવઃ- જીવનસાથીનો ઘર અને પરિવાર પ્રત્યે સંપૂર્ણ સહયોગ રહેશે,

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે પેટ ખરાબ થઈ શકે છે.


તુલા : (જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજે તમે તમારી યોજનાઓને શરૂ કરશો. જેમાં રચનાત્મક કાર્યો મુખ્ય રહેશે. આજે તમે તમારા સ્વભાવમાં પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યા છો તેના કારણે પરિવાર અને સંબંધીઓ વચ્ચે તમારી છાપ જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- ઘરમાં કોઈ વડીલના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. હોસ્પિટલના ચક્કર પણ ખાવા પડી શકે છે. ઘરમાં વધારે ડિસિપ્લિન જાળવી રાખવી પારિવારિક લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં થોડો વધારો કરવાને લગતી યોજના બની રહી હતી, તેને શરૂ કરવા માટે યોગ્ય સમય છે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે વાસી ભોજન અને તળેલું ભોજન લીવર ખરાબ કરી શકે છે.


વૃશ્ચિક : (જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. તમે જે કામ વિચારશો તેને પૂર્ણ કરીને જ રહેશો. ઊર્જાવાન અનુભવ કરશો તથા પરિવારના સભ્યો પ્રત્યે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ તમારો સમય પસાર થશે

નેગેટિવઃ- તમારી યોજનાઓને યોગ્ય રીતે શરૂ કરવા માટે તમારા વિચારોમાં નકારાત્મકતા ઊભી થવા દેશો નહીં. સાથે જ વાણી અને ગુસ્સા ઉપર પણ નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ- આજે કારોબારમાં તમારી સાથે કોઈ આશ્ચર્યજનક સફળતા મળી શકે છે.

લવઃ- લગ્નસંબંધોમાં થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આજે વાહન સાવધાની પૂર્વક ચલાવો કોઈ પ્રકારની ઈજા પહોંચી શકે છે.


ધન : (જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આજનો દિવસ લાભકારી છે. સમય સુખમાં પસાર થશે તથા દિલ ખોલીને પોતાના પરિવાર ઉપર ખર્ચ કરશો. અન્ય લોકોની નજરમાં તમારી છાપ વધારે સુધરશે અને સંબંધો પણ મજબૂત બનશે.

નેગેટિવઃ- મહેમાનોની અવર-જવર વધારે રહેવાથી તમે પરેશાન રહેશો. ભાઈ-બહેનો વચ્ચે મતભેદ વધવાની શક્યતા છે તેનું કારણ તમારા ગુસ્સા ઉપર કાબૂ ન રાખવાનું રહેશે. આ વાતોની અસર તમારી ઊંઘ ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- થોડી વ્યવસાયિક યાત્રાઓ પૂર્ણ થઈ શકે છે.

લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીવર્ગે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.


મકર : (જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- આ સમય પ્રતિષ્ઠા વર્ધક છે. ભાગ્ય તમને સહયોગ કરી રહ્યું છે. ખાસ વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ શકે છે. તમે તમારી વાતો દ્વારા તમામ વિઘ્નો પાર કરીને આગળ વધી શકો છો.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ક્યારેક વધારે વિચારવાથી સફળતા હાથમાંથી સરકી શકે છે. અટવાયેલાં સરકારી કાર્યોને પૂર્ણ કરતી સમયે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. બાળકોને લઈને તણાવ રહેશે

વ્યવસાયઃ- વેપારમાં નવા સંપર્ક લાભદાયી સાબિત થઈ શકે છે.

લવઃ- જીવનસાથી પાસે કોઈપણ મુદ્દે સલાહ લેવી તમારા માટે લાભદાયી રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે કોઈ એલર્જી કે ઇન્ફેક્શન થઈ શકે છે.


કુંભ : (જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- તમે તમારી પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીઓને યોગ્ય રીતે અંજામ આપી શકો છો. યશ કીર્તિ અને માન-સન્માનમાં વધારો થઈ શકે છે. અભ્યાસને લગતા કાર્યોમાં રસ રહેશે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમે આગળ વધીને ભાગ લેશો.

નેગેટિવઃ- ભાઈ-બહેન સાથે સંબંધ થોડા ખરાબ થઈ શકે છે. પરંતુ પરિસ્થિતિ એટલી પણ નકારાત્મક નથી કે તમે પોઝિટિવિટી શોધી ન શકો. પરંતુ વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાખો નહીંતર તમારું કામ ખરાબ થઈ શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો પૂર્ણ સહયોગ મળી શકે છે.

લવઃ- લગ્નસંબંધોમાં ચાલી રહેલો તણાવ વધી શકે છે

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવ જેવી પરેશાની રહી શકે છે.


મીન : (જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

પોઝિટિવઃ- અભ્યાસ કરી રહેલાં જાતકો માટે સફળતાદાયક સમય છે. એટલે અકાગ્ર રહો. તમારી ઊર્જા અને શક્તિ વધારવા માટે સારા સાહિત્ય અને આધ્યાત્મિક કાર્યોમાં રસ લો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક ફેરફાર આવી શકે છે.

નેગેટિવઃ- ઘરમાં કોઈ વાતને લઈને ક્લેશની સ્થિતિ બની શકે છે. ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે સ્વભાવમાં થોડું લચીલાપણું જાળવી રાખો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આ સમયે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- કસરત કરવામાં બેદરકારી ન કરો


Related Articles

નવીનતમ