Aarti Machhi, Bharuch: કૃષિ અર્થશાસ્ત્ર સંશોધન સમારોહ-2022 અંતર્ગત 30 મું વાર્ષિક સંમેલનનું આયોજન એગ્રીકલ્ચર ઈકોનોમીક્સ અને એગ્રીબીઝનેશ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શેર-એ-કાશ્મિર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારતના કાશ્મિર રાજ્યના પાટનગર જમ્મુ ખાતે કરવામાં આવ્યુ હતું.
ભારતમાંથી 300 જેટલા વૈજ્ઞાનિકો સહિત પ્રાધ્યાપકોએ ભાગ લીધો
આ 30 મા વાર્ષિક સંમેલનમાં પુરા ભારતમાંથી 300 જેટલા વૈજ્ઞાનિકો અને સંશોધનકાર તેમજ પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો.જેમાંથી કુલ 87 વૈજ્ઞાનિકો પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં જોડાયા હતા. કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ કેમ્પસના અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક ડૉ. દિપા હિરામઠ પોસ્ટર પ્રેઝન્ટેશનની થીમ એગ્રીકલ્ચર રીસોર્સ મેનેજમેન્ટમાં જોડાઈને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
ડૉ. દિપા હીરામઠને બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન તરીકેનો એવોર્ડ એનાયત
ઈકોનોમાઈઝીંગ રીસોસિસ ઈન બનાના કલ્ટીવેશન થ્રુ ડ્રીપ ઈરીગેશન ઈન સાઉથ ગુજરાત વિષય અન્વયે સુંદર પ્રસ્તુતિ અર્થે ડૉ. દિપા હીરામઠને બેસ્ટ પોસ્ટર પ્રેઝન્ટેશન તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્ર વિષયમાં તેમની આ સફળ સંશોધનની કારકીર્દી કૃષિક્ષેત્રે તથા વૈજ્ઞાનિક માટેના અભ્યાસ માટે ઉચ્ચ અને શ્રેષ્ઠ યોગદાન રહેશે.
તદઉપરાંત કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચ કેમ્પસના આચાર્ય ડૉ. આચાર્ય ડો. ડી. ડી. પટેલ તેમજ સહઅધ્યાપકોએ રાષ્ટ્રીય મહા સંમેલનમાં એવોર્ડ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ડૉ. દિપા હીરામઠને અભિનંદન પાઠવ્યા હતા.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.