રાજકોટ : રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં ખરીદેલા મકાનના પૈસા ચૂકવવા આવનાર ધોરાજીનું દંપતી ખંડિત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતના બનાવવામાં પત્નીને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે અકસ્માતના બનાવમાં પતિને ગંભીજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કોરાટ ચોક પાસે બાઈક પર જઈ રહેલા દંપતીને કાર ચાલકે ટક્કર મારી હતી. જે અકસ્માતમાં બાઈકને ઠોકર વાગતા દંપતિ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. માતા પિતાના બાઈકને ઠોકરે લીધી હોવાની જાણ આગળ જઈ રહેલા પુત્ર પ્રશાંતને થતા તાત્કાલિક અસરથી પ્રશાંત ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
તેમજ તાત્કાલિક અસરથી ગંભીર રીતે ઘવાયેલા માતા-પિતાને 108 મારફત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલે ખસેડેલી માતા મંજુબેન ને સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડી દીધો હોવાનું ફરજ પર હાજર રહેલા તબીબોએ જણાવ્યું હતું. જ્યારે કે પ્રશાંતના પિતા ગીરીશભાઈ ની સારવાર હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી હતી
પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી
સમગ્ર મામલાની જાણ સંબંધિત સ્થાનિક પોલીસને થતા તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ અકસ્માતમાં પોતાની માતા ગુમાવનાર પ્રશાંત પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આમ ધોરાજી નો પરિવાર રાજકોટ સ્થાયી થાય તે પૂર્વે જ રાજકોટમાં દંપતી ખંડિત થયું હોવાનું બનાવ સામે આવ્યો છે.
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે.